Not Set/ રાજુલાના MLA અમરિશ ડેર રિલાયન્સ નેવલ સામે કાલે ગાંધીનગરમાં કરશે ધરણાં

ગાંધીનગર, પીપાવાવ ખાતે આવેલી રિલાયન્સ નેવલ (આર નેવલ) કંપનીના મનસ્વી વર્તન સામે રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર તેમજ કંપનીના ૧૫૦ જેટલા કામદારો અને કોન્ટ્રાક્ટરો આવતીકાલે મંગળવારે ગાંધીનગર ખાતે પ્રતિક ધરણાં કરશે. આ મામલે રાજ્યના ચીફ સેક્રેટરીને મળીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. રાજુલાના પીપાવાવ ખાતે આવેલી રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લી. (આર નેવલ) દ્વારા તેમના કામદારો અને […]

Gujarat
sssg રાજુલાના MLA અમરિશ ડેર રિલાયન્સ નેવલ સામે કાલે ગાંધીનગરમાં કરશે ધરણાં

ગાંધીનગર,

પીપાવાવ ખાતે આવેલી રિલાયન્સ નેવલ (આર નેવલ) કંપનીના મનસ્વી વર્તન સામે રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર તેમજ કંપનીના ૧૫૦ જેટલા કામદારો અને કોન્ટ્રાક્ટરો આવતીકાલે મંગળવારે ગાંધીનગર ખાતે પ્રતિક ધરણાં કરશે. આ મામલે રાજ્યના ચીફ સેક્રેટરીને મળીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે.

રાજુલાના પીપાવાવ ખાતે આવેલી રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લી. (આર નેવલ) દ્વારા તેમના કામદારો અને કોન્ટ્રાક્ટરોના વેતન અંગેના અંદાજે રૂપિયા ૧૫૦ કરોડના બિલની ચૂકવણી કરવામાં આવતી નથી.

રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લી.ના આ મનસ્વી વર્તન સામે કામદારો અને કોન્ટ્રાક્ટરો દ્વારા પીપાવાવ અને રાજુલા ખાતે છેલ્લા ત્રણ મહિનાથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આરનેવલ કંપની દ્વારા કામદારો અને કોન્ટ્રાક્ટરોને દાદ આપવામાં આવતી નથી. આ મામલો પોતાના ધ્યાન ઉપર આવતા કોંગ્રેસના રાજુલા ધારાસભ્ય અમરિશ ડેર આરનેવલના કામદારો અને કોન્ટ્રાક્ટરોની વહારે આવ્યા છે.

આ મામલે ધારાસભ્ય અમરિશ ડેર આવતી કાલે ગાંધીનગર ખાતે એક દિવસના ધરણાં ઉપર બેસવાના છે. આ ધરણામાં ધારાસભ્ય ડેરની સાથે ૧૫૦ જેટલા કામદારો અને કોન્ટ્રાક્ટરો પણ જોડાશે.

આ મામલે ધારાસભ્ય અમરિશ ડેરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, “રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લી. (આરનેવલ) દ્વારા લેબર કોન્ટ્રાક્ટરોને કામદારોની મજૂરી અંગેના બિલની ચૂકવણી કરવામાં આવતી નથી. જેના લીધે કામદારો અને કોન્ટ્રાક્ટરો ત્રણ માસથી આંદોલન ચલાવી રહ્યા છે, આમ છતાં કંપની દ્વારા યેનકેન પ્રકારે તેમના બિલોની ચૂકવણી કરવામાં આવતી નથી. આ મામલે હું અને ૧૫૦ જેટલા કામદારો સાથે ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે બે દિવસના ધરણાં ઉપર બેસવાનો છું. પરંતુ તંત્ર દ્વારા બે દિવસના બદલે એક જ દિવસના ધરણાંની પરવાનગી આપવામાં આવી છે. આ ધરણાં બાદ રાજ્યના ચીફ સેક્રેટરીને મળીને આવેદનપત્ર પત્ર પણ પાઠવવામાં આવશે.