Not Set/ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળી, ભાવ તળીયે

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જ્યારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી. […]

Top Stories Gujarat
lead 720 405 ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળી, ભાવ તળીયે

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે.

કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જ્યારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી. જેથી ખેડૂતોને પોતે કરેલો ખર્ચો માથે પડી રહ્યો છે.

onion e1538119149828 ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળી, ભાવ તળીયે

દેશભરમાં ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્રના નાસિક બાદ બીજો ક્રમ ભાવનગરનો આવે છે. જોકે હાલ ભાવનગરના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

શિયાળાની સિઝનમાં અન્ય રાજ્યોમાં ડુંગળીની માગ વધુ હોય છે. જેથી ખેડૂતો ઉત્પાદન વધુ કરતા હોય છે. જોકે આ વર્ષે સ્ટોક પડી રહ્યો હોવાથી ખેડૂતોને 20 કિલો ડુંગળીના માત્ર 100 રૂપિયા મળી રહ્યા છે.

જેથી ખેડૂતોને મજૂરીના રૂપિયા પણ નથી નીકળી રહ્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે મોંઘા ભાવના બિયારણ લાવ્યા બાદ પણ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો પાયમાલ થયા છે.