Politics/ વિપક્ષ નેતા પરેશ ધાનાણી બન્યા આક્રમક, ટવીટરના માધ્યમથી કર્યા આવા સવાલો…

“ગદ્દાર જયચંદો જવાબ_આપો’ હેસટેગ હેઠળ પરેશ ધાનાણી એ ધડાધડ 45 મિનિટમાં ૧૨ જેટલા ટવીટ કર્યા હતા. અને સરકાર ને ચાબખા મારતા આકરા ૧૨ જેટલા સવાલો

Top Stories Gujarat Others
અબડાસા 4 વિપક્ષ નેતા પરેશ ધાનાણી બન્યા આક્રમક, ટવીટરના માધ્યમથી કર્યા આવા સવાલો...

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ત્યારે બંને પક્ષ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા. તેમને “ગદ્દાર જયચંદો જવાબ_આપો’ હેસટેગ હેઠળ ધડાધડ 45 મિનિટમાં ૧૨ જેટલા ટવીટ કર્યા હતા. અને સરકાર ને ચાબખા મારતા આકરા ૧૨ જેટલા સવાલો પણ કર્યા છે. તો સાથે સાથે પક્ષપલ્ટુ ધારાસભ્યો પર પણ તેમને નિશાન સાધ્યું છે.  16-16 કરોડમાં કોણ કોણ વેચાયા..? લોકશાહીની ખુમારીને પીઠમાં ખંજર કોણે માર્યું..? જેવા સવાલો કરાયા છે.

ઉલ્લેખનીય છે કે,  ગદ્દાર જયચંદો જવાબ આપોના હેસટેગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ધડાધડ કરેલા ટવીટ માં લખ્યું છે કે, પ્રજાના મતરૂપી દાનનું વેચાણ શું કામે કર્યુ?. તો ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 16-16 કરોડમાં કોણ કોણ વેચાયું?

સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ, મફતમાં મળેલા મતની હરાજી કોણે કરી..? સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ, કોરોનાની કઠણાઈ વચ્ચે તોડોનાથી ઠોકેલી ચૂંટણી માટે જવાબદાર કોણ..? લોકશાહીની ખુમારીને પીઠમાં ખંજર કોને માર્યું..? 16-16 કરોડમાં કોણ કોણ વેચાયું?, અમારા સામુહિક વિશ્વાસનું “વેચાણ” કોને અને શું કામ કર્યું..?, અમારા માતૃપી દાનનું તમે વેચાણ શું કામે કર્યું..? અમે નેતાજી સમજીને ચૂંટ્યા પછી, તમે ‘ભવાઈ’નું પત્ર કેમ ભજવ્યું..?, કલાધનના કોથળે, કોણ કોણ તોલાણું..? અમારી ઉપર આર્થિક મંદીનો માર તમે કઈ રીતે થયા છો માલામાલ..?

ઘરેઘરે હતી મોંઘવારીની મોકાન, છતાય કેમ થોપ્યો ચૂંટણીનો ભાર..? બેરોજગાર યુવાનોને નથી જડી “છોકરી” તમે શું કામે કરી પાટલી બદલવાની નોકરી..? વફાદાર બધા ફરે છે, “વાંઝીયા” અને ગદ્દારોને ઘરે જ પારણું કેમ બંધનું..?

જેવા આજની જનતાના સળગતા પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.