સરહદ/ કેનેડા-અમેરિકા સરહદ પાસે 4 ગુજરાતીઓના મોતનો મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોચ્યો!

બોર્ડર પરથી મળેલા મૃતદેહો પતિ-પત્ની અને 12 વર્ષની દીકરી સાથે 3 વર્ષના દીકરાના હતા. માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં  મોત થયા  હતા

Top Stories Gujarat
caneda કેનેડા-અમેરિકા સરહદ પાસે 4 ગુજરાતીઓના મોતનો મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોચ્યો!

અમેરિકા-કેનેડાની બોર્ડર માસુમ બાળક સહિત 4 ગુજરાતીઓના  મોત નિપજ્યા હતા આ ચારેય લોકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના સભ્યોની હોવાની વિગતો બહાર આવી છે. આ ગુજરાતી પરિવારમાં કલોલનું દંપતી હોવાનું જાણવા મળ્યું છે, બોર્ડર પરથી મળેલા મૃતદેહો પતિ-પત્ની અને 12 વર્ષની દીકરી સાથે 3 વર્ષના દીકરાના હતા. માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં  મોત થયા  હતા. અતિશય ઠંડીને કારણે 4 ગુજરાતીઓના મોત થયા હતા. ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ મુજબ, અધિકારીઓને ત્રણ લોકોના મૃતદેહો મળ્યા હતા. તેઓ અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મીટર જ દૂર હતા. ત્યાર બાદ પોલીસે વધુ શોધખોળ કરતાં થોડે દૂરથી વધુ એક મૃતદેહ મળ્યો હતો.

આ મામલે આજ રોજ અમદાવાદ ક્રાંઇમબ્રાંચે કલોલ પહોંચી તપાસ શરૂ કરી હતી અને એક વ્યકિતીની સઘન પુછપરછ શરૂ કરી છે, આ બનાવ બાદ એક શકમંદ એજન્ટની કડી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે. જ્યાંથી લેપટોપ પણ કબજે કર્યું છે.આ શકમંદ એ જ એજન્ટ છે કે નહીં તેની ખરાઈ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તપાસ કરી રહ્યાં છે. આ અંગે હાલમાં યુવાનની વધુ પુછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું

શરૂઆતમાં ચાર ભારતીયના ઠંડીથી મોત થયાના સમાચાર બહાર આવ્યા હતા,પરંતુ હવે ધીરે-ધીરે તમામ માહિતી બહાર આવી રહી છે, મૃતક પરિવાર ગુજરાતના કલોલનો વતની હોવાનું છે, મરણ જનાર યુવાન મુળ કલોલનો હતો અને તેણે કડીના વડુ ગામની યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, બાદમાં તેમણે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. આ પરિવાર વિદેશમાં જવા માંગતો હોવાથી તેઓ ગેરકાયદે રીતે કેનેડાથી યુકે જઇ રહ્યા હતા. દરમ્યાનમાં બોર્ડર પર માઇનસ 35 ડિગ્રીમાં તેમનું મોત થયું હતું.