pavagadh/ માતાજીના ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શન શરૂ

સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે આજના રોજથી માતાજીના ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શન શરૂ થવાના હોય માતારાનીના ભક્તો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  જે

Gujarat Dharma & Bhakti
pavagadh માતાજીના ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શન શરૂ

@નામદેવ પાટીલ

સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે આજના રોજથી માતાજીના ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શન શરૂ થવાના હોય માતારાનીના ભક્તો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  જેના પગલે પાવાગઢ ને જોડતા માર્ગોપર પગપાળા યાત્રાળુઓ સંઘ સાથે જતા જોવા મળવા લાગ્યા હતા.

દેશ સહીત  ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલ મહામારી કોરોના ને ધ્યાનમાં રાખી અને દર્શનાર્થે આવેલા ભક્તોની ભીડ ના અને કોરોના વાઈરસ વધુ ના ફેલાય જેને લઈને નવરાત્રી દરમિયાન પાવગઢ મંદિર દર્શાનાર્થીઓ માટે આશો સુદ નવરાત્રી એટલે કે એકમ થી શરદ પૂનમ સુધી માતાજીના દર્શન બંધ રાખવામાં આવ્યું હતું, પગપાળા ભક્તોના પ્રવાહ પાવાગઢ તરફ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમ્યાન માતારાની મહાકાળી ના ભક્તો માતાજીના દર્શનથી વંચીત રહ્યા હતા, મહાકાળી માતાજીના ભક્તો માં નવરાત્રી બાદ નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હોઇ દર્શન કરવા માટે ભક્તો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.