Not Set/ પીએમ મોદીએ માદરેવતનની માટી લલાટે લગાવી વડનગરનું ઋણ અદા કર્યું

વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં પીએમ મોદીએ પુજા-અર્ચના કરી હતી. વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમના માદરે વતન વડનગર પહોંચ્યા હતા.વડનગરમાં પીએમ મોદીનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.માદરે વતન પહોંચીને પીએમ મોદીએ  માતૃભુમિના નમન કર્યું હતુંમાતૃભુમિની માટી લલાટ પર લગાવીને પીએમ મોદીએ વતનની ભુમિ પર પગ મુક્યો હતો.પીએમ બન્યા બાદ પહેલીવાર પોતાના વતન […]

Top Stories
modi vadnagr પીએમ મોદીએ માદરેવતનની માટી લલાટે લગાવી વડનગરનું ઋણ અદા કર્યું

Modi vadnagar પીએમ મોદીએ માદરેવતનની માટી લલાટે લગાવી વડનગરનું ઋણ અદા કર્યું

વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં પીએમ મોદીએ પુજા-અર્ચના કરી હતી.

વડનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમના માદરે વતન વડનગર પહોંચ્યા હતા.વડનગરમાં પીએમ મોદીનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.માદરે વતન પહોંચીને પીએમ મોદીએ  માતૃભુમિના નમન કર્યું હતુંમાતૃભુમિની માટી લલાટ પર લગાવીને પીએમ મોદીએ વતનની ભુમિ પર પગ મુક્યો હતો.પીએમ બન્યા બાદ પહેલીવાર પોતાના વતન આવી રહેલાં નરેન્દ્ર મોદીએ રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.પીએમના સ્વાગતમાં સમગ્ર વડનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

પીએમ મોદી વડનગ પહોંચ્યા પછી અચાનક તેમની શાળાએ પહોંચ્યા હતા અને સ્કુલની માટી મસ્તક પર લગાવીને ભાવનાત્મક લાગણીઓ વ્યક્ત કરી હતી.

પીએમ મોદી સવારે વડનગરના હેલીપેડ પરથી સીધા હાટકેશ્વર મંદિર પહોંચ્યા હતા.મંદિરમાં પુજા-અર્ચના કરી હતી.મંદિરમાં પીએમ મોદી સાથે સીએમ વિજય રૂપાણી અને પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ પુજા કરી હતી.

હાટકેશ્વર મંદિરમાં દર્શન કરીને પીએમ મોદીએ GMERS મેડિકલ કોલેજનું મોદીએ કર્યુ લોકાર્પણ કર્યું હતું.મેડીકલ કોલેજમાં પીએમ મોદીએ સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરી હતી.