Breaking News/ ગુજરાત પોલીસને મળ્યા નવા વડા: GS મલિક બન્યા રાજ્યના DGP

અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક (GS Malik DGP)ને ગુજરાતના નવા DGP અને IGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 5 મહિના બાદ રાજ્યને કાયમી પોલીસ વડા મળ્યા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
GS Malik DGP:1993 બેચના IPS અધિકારી GS મલિકને ગુજરાત પોલીસની કમાન

Breaking News: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક ((GS Malik DGP))ને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

GS Malik DGP:GS મલિકને મળી કમાન

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 6 જૂન, 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ GS મલિક (GS Malik DGP)ને તાત્કાલિક અસરથી ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી, 2026થી રાજ્યના DGP પદની વધારાની જવાબદારી K.L.N. રાવ સંભાળી રહ્યા હતા. છેલ્લા પાંચ મહિનાથી ઇન્ચાર્જ DGP તરીકે ફરજ બજાવ્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા કાયમી DGPની નિમણૂક કરવામાં આવી છે.

GS મલિક (GS Malik DGP) ગુજરાત કેડરના 1993 બેચના અનુભવી IPS અધિકારી છે. તેઓ પોતાની કારકિર્દી દરમિયાન અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા અને કાયદો-વ્યવસ્થા તેમજ આધુનિક પોલીસિંગ માટે નોંધપાત્ર કામગીરી કરી હતી.

સરકારના આદેશ મુજબ તેમની નિમણૂક એપેક્સ સ્કેલ લેવલ-17 હેઠળ કરવામાં આવી છે, જેમાં તેમને રૂ. 2.25 લાખના ફિક્સ પગાર ધોરણનો લાભ મળશે. આ નિમણૂક રાજ્યપાલના નામે અને તેમના આદેશથી જાહેર કરવામાં આવી છે.

આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને હવે GS મલિક (GS Malik DGP) સત્તાવાર રીતે ગુજરાત પોલીસના વડા તરીકે કામગીરી સંભાળશે. તેમની નિમણૂક બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, સાયબર ક્રાઇમ નિયંત્રણ, મહિલા સુરક્ષા અને ટેક્નોલોજી આધારિત પોલીસિંગને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ વર્તુળો અને વહીવટી તંત્રમાં પણ આ નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી સમયમાં GS મલિકના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ વધુ અસરકારક અને આધુનિક કામગીરી તરફ આગળ વધશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.


આ પણ વાંચો:GS મલિક કોણ છે? જેમણે ‘મીની બાંગ્લાદેશ’ને એક જ ઝાટકે કરી દીધું સાફ

આ પણ વાંચો:ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: વિકાસ સહાયનો કાર્યકાળ પૂરો, રાવ Vs મલિક,કોણ બનશે નવા DGP?

આ પણ વાંચો:61 પોલીસ કોન્સટેબલની કરાઈ બદલી, પોલીસ કમિશનર G. S. મલિકે કર્યો આદેશ