Not Set/ આખરે અષાઢી બીજે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે BJP નો કેસરિયો ખેસ પહેર્યો

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે અષાઢી બીજના દિવસે BJP માં જોડાઈને કેસરિયો ખેસ પહેરી લીધો છે. જેના કારણે એવું મનાય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે કોળી મતો અંકે કરવા માટે કુંવરજી બાવળિયા બાદ હવે ક્ષત્રિય વોટબેંક સદ્ધર કરવા માટે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને પક્ષમાં સામેલ […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Former CM Shankarsinh's son Mahendrasinh Vaghela joined BJP

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે અષાઢી બીજના દિવસે BJP માં જોડાઈને કેસરિયો ખેસ પહેરી લીધો છે. જેના કારણે એવું મનાય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે કોળી મતો અંકે કરવા માટે કુંવરજી બાવળિયા બાદ હવે ક્ષત્રિય વોટબેંક સદ્ધર કરવા માટે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને પક્ષમાં સામેલ કરીને જ્ઞાતિવાદી સમીકરણને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

સમગ્ર ગુજરાત આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથના રંગે રંગાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા ગુજરાતમાં એક પોલિટિકલ ઓપરેશન પાર પાડીને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાં લાવ્યા છે.

આજે ગાંધીનગર પાસેના ઉવારસદ ખાતેની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહેન્દ્રસિંહ વાઘેલાને કેસરિયો ખેસ પહેરાવીને તેમનું BJP માં સ્વાગત કર્યું હતું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

અમિત શાહના ગુજરાત આગમન સમયે ભાજપમાં જોડાયા

મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેવી ઘણાં લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. આ અંગે ભાજપ દ્વારા પણ તેમને પક્ષમાં સામેલ કરવા માટે વિચારણા ચાલતી હતી. જો કે, કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન સમયે જ ભાજપમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપમાં જોડાયા બાદ ભાજપ દ્વારા તેમને લોકસભાની ચૂંટણી લડાવવામાં એવી સંભાવના પણ બળવત્તર બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલાએ ગત વર્ષના ઓગસ્ટ માસમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસ હવે ક્યારેય ઉભી થઈ શકશે નહીં: મહેન્દ્રસિંહ

ભાજપનો કેસરિયો ખેસ પહેરી બીજેપીમાં જોડાયા પછી મહેન્દ્રસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણી સંદર્ભે કહ્યું હતું કે, હવે હું ભાજપ કહેશે તે કરીશ. તેમણે કોંગ્રેસ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હવે કોંગ્રેસ ક્યારેય ઉભી થઈ શકશે નહીં.

ગાંધીનગર કે પંચમહાલ બેઠક પરથી લડાવી શકે છે લોકસભા

શંકરસિંહ વાઘેલાના પુત્ર  મહેન્દ્રસિંહ આજે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે હવે અટકળો ચાલી રહી છે કે તેમને હવે લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે. ભાજપ દ્વારા મહેન્દ્રસિંહ વાઘેલાને ગાંધીનગરની લોકસભા બેઠક પરથી અથવા તો પંચમહાલની લોકસભા બેઠક પરથી ટિકિટને લોકસભામાં મોકલવામાં આવે તેવી સંભાવના પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.