Not Set/ જગદીશ ઠાકોરની જંગી સભા યોજાઇ જુઓ સભા દરમિયાન કયાં વાયદાઓ કર્યા

પાટણના સિદ્ઘપુર વિધાનસભા મતવિસ્તારમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની જંગી સભા યોજાઇ હતી. સરસ્વતી તાલુકાના કોઇટા ગામે યોજાયેલી આ સભામાં ચૂંટણીને લઇને મહત્વની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. આ ઉપરાંત સભા દરમિયાન ઓબીસી સમાજને 27 ટકા અનામત, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા, ભાવ […]

Gujarat
hqdefault જગદીશ ઠાકોરની જંગી સભા યોજાઇ જુઓ સભા દરમિયાન કયાં વાયદાઓ કર્યા

પાટણના સિદ્ઘપુર વિધાનસભા મતવિસ્તારમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની જંગી સભા યોજાઇ હતી. સરસ્વતી તાલુકાના કોઇટા ગામે યોજાયેલી આ સભામાં ચૂંટણીને લઇને મહત્વની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. આ ઉપરાંત સભા દરમિયાન ઓબીસી સમાજને 27 ટકા અનામત, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા, ભાવ બાંધણી કમિટીમાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ 27 ટકા અનામત રાખવું અને ખેડૂતોને દેવા નાબુદી કરી ખેડૂતોને રાહત આપવાની વાત કરી હતી. જ્યાં વાગડોદના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર, અભેસિંહ ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનાના જિબાજી ઠાકોર, સંગીતાબેન પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુલાબ રાઉમાં, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ દેસાઈ, મહિલા મોરચો તેમજ ઠાકોર સેના, પાટીદારો સહિત મોટી સંખ્યામાં જીલ્લા તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.