Not Set/ હળવદ અને માળિયા તાલુકા પંચાયતના પાંચ સભ્યો Congress માંથી સસ્પેન્ડ

અમદાવાદ: Congress શાસિત મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. આ ચૂંટણી માટે પક્ષના વ્હિપની અવગણના કરીને પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર માળિયા અને હળવદ તાલુકા પંચાયતના પાંચ સભ્યોને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયત મોરબી, હળવદ, માળિયા, વાંકાનેર […]

Top Stories Gujarat Others Trending Politics
Suspended from Congress, five members of Halvad and Malia taluka panchayat

અમદાવાદ: Congress શાસિત મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. આ ચૂંટણી માટે પક્ષના વ્હિપની અવગણના કરીને પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર માળિયા અને હળવદ તાલુકા પંચાયતના પાંચ સભ્યોને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયત મોરબી, હળવદ, માળિયા, વાંકાનેર અને ટંકારામાં કોંગ્રેસ સત્તા સ્થાને હતી. પરંતુ તાજેતરમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ હતી. જેમાં માળિયા અને હળવદ તાલુકા પંચાયતના પાંચ સભ્યોએ પક્ષના વ્હિપનો અનાદર કરીને પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જેના કારણે કોંગ્રેસે આ બંને તાલુકા પંચાયત ગુમાવવી પપડી હતી.

પક્ષનો આદેશ હોવા છતાં આ પાંચ સભ્યોએ પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું હતું જેના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. આથી આ સભ્યોને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષમાંથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા શનિવારે સાંજે કરેલા આદેશ મુજબ માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના સભ્ય જીવતી બહેન પીપલિયા, ધનેશ્વર કાંતિલાલ વ્યાસ અને રમેશ મનજી કૈલા તેમજ હળવદ તાલુકા પંચાયતના સભ્ય અલ્પાબહેન અરવિંદભાઈ અને નવઘણ ગણેશભાઈને આગામી છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત તેમની સામે પક્ષાંતર ધારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા અંગેની તજવીજ પણ પક્ષ દ્વારા કરવામાં આવી છે.