Not Set/ ટીક ટોક પર વીડિયો મૂકવું ભારે પડ્યું,PHCની નર્સ થઈ ગઈ સસ્પેન્ડ

હિંમતનગર, હિંમતનગરના એક પબ્લિક હેલ્થ સેન્ટર(પીએચસી)માં ફરજ બજાવતી નર્સને ટિક ટોક પર વીડિયો મુકવા ભારે પડ્યા છે અને તેને આ કારણોસર સસ્પેન્ડ કરી દેવાઈ છે. મોયદના  પીએચસીના સબસેન્ટર સલાલમાં કોમ્યુનીટી હેલ્થ ઓફીસર નર્સ જૂહી શર્મા તેમની ચાલુ ફરજ દરમિયાન ગરબા અને જોક્સના વીડિયો ટીક ટોક પર મુકતા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીને આ વીડીયો બાબતે જાણ […]

Gujarat Others

હિંમતનગર,

હિંમતનગરના એક પબ્લિક હેલ્થ સેન્ટર(પીએચસી)માં ફરજ બજાવતી નર્સને ટિક ટોક પર વીડિયો મુકવા ભારે પડ્યા છે અને તેને આ કારણોસર સસ્પેન્ડ કરી દેવાઈ છે.

મોયદના  પીએચસીના સબસેન્ટર સલાલમાં કોમ્યુનીટી હેલ્થ ઓફીસર નર્સ જૂહી શર્મા તેમની ચાલુ ફરજ દરમિયાન ગરબા અને જોક્સના વીડિયો ટીક ટોક પર મુકતા હતા.

જિલ્લા આરોગ્ય અધિકારીને આ વીડીયો બાબતે જાણ કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ વીડિયોની ચકાસણી બાદ મંગળવારે શિસ્તનુ પાલન ધોરણ ન જાળવવાને મામલે  જુહી શર્માને સસ્પેન્ડ કરી દીધી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જૂહી શર્માએ ફરજ દરમિયાન સબ સેન્ટરમાં જ વીડિયો બનાવ્યા હોવાનું અને આશાવર્કરને પણ સામેલ કર્યાનું પૂરવાર થતાં મંગળવારે જૂહી શર્માને સસ્પેન્ડ કરાઇ છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવા વહીવટી અધિકારી કેડી નિનામા અને ડીસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સ સોનલબેન પરમારની તપાસ કમીટી બનાવી છે.

સલાલ સબ સેન્ટરની કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જૂહી શર્માએ મોગલ માતાના ગરબા સહિતના 10 જેટલા વીડિયો ટીક ટોક પર મુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.