Not Set/ રાહુલ ગાંધીમાં ઇટાલીનું લોહી વહી રહ્યું છે : નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવાના આરે છે. પ્રતિમાનું મોટાભાગનું મટીરીયલ ગુજરાત તેમજ ભારતમાં બનેલું છે. ફક્ત બ્રોન્ઝ પ્લેટ ચીનથી આયાત કરવામાં આવી છે. મેડ ઇન ચાઈનાના […]

Top Stories Gujarat
patelgjarat kvsD રાહુલ ગાંધીમાં ઇટાલીનું લોહી વહી રહ્યું છે : નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.

નીતિન પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવાના આરે છે. પ્રતિમાનું મોટાભાગનું મટીરીયલ ગુજરાત તેમજ ભારતમાં બનેલું છે. ફક્ત બ્રોન્ઝ પ્લેટ ચીનથી આયાત કરવામાં આવી છે. મેડ ઇન ચાઈનાના આક્ષેપો પાયા વિહોણા છે. ભારતની L&T કંપની દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે.

rahul gandhi5 e1538056912295 રાહુલ ગાંધીમાં ઇટાલીનું લોહી વહી રહ્યું છે : નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ પર પ્રહાર કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ પ્રશંશા કરવાના બદલે ભૂલો કાઢે છે. કોંગ્રેસ આઝાદી કાળથી સરદાર પટેલને અન્યાય કરતી આવી છે. નહેરુ પરિવારને સરદાર ગમતા ના હતા. કોંગ્રેસે સરદારનું અપમાન કર્યું છે.

રાહુલ ગાંધીની ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાહુલ ગાંધી અર્ધ સત્ય બોલી રહ્યા છે. રાહુલના મેઈડ ઇન ચાઈનાના આક્ષેપો પાયા વિહોણા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વિવાદને જન્મ આપ્યો છે. તેમજ રાહુલ ગાંધીનું નિવેદન અભ્યાસ વિહોણું છે.

ઉપરાંત રાહુલ ગાંધી વિષે વિવાદિત નિવેદન આપતા નીતિન પટેલે આગળ જણાવ્યું કે, રાહુલ ગાંધીમાં ઇટાલીનું લોહી વહી રહ્યું છે, તેઓ 100 ટકા ભારતીય નથી. તેમના પિતા રાજીવ ગાંધી ભારતના અને માતા સોનિયા ગાંધી  ઇટાલી ના, તો રાહુલ ગાંધીને મેડ ઈન ઇટાલી પરિવાર કહેવાય કે નહીં?