Not Set/ રાજ્યના આ વિસ્તારમાં આગામી 14થી 16 ઓગસ્ટ દરમિયાન પડશે ભારેથી અતિભારે વરસાદ,હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન મેધરજા મનમુકીને વરસી ચુક્યા છે. હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગામી કરવામાં આવી છે. આગામી તા.14થી 16માં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન […]

Top Stories Ahmedabad Gujarat
AAEA 7 રાજ્યના આ વિસ્તારમાં આગામી 14થી 16 ઓગસ્ટ દરમિયાન પડશે ભારેથી અતિભારે વરસાદ,હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન મેધરજા મનમુકીને વરસી ચુક્યા છે. હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગામી કરવામાં આવી છે. આગામી તા.14થી 16માં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 ઓગસ્ટે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 16 ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આપને જણાવી દઈએ કે ચાલુ વર્ષે રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરતાં અત્યાર સુધીમાં 83 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ ચોમાસુ બાકી છે ત્યારે 100 ટકા વરસાદ પડી શકવાનો અંદાજ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.