Gujarat Weather Update/ ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર

રાજ્યમાં ચોમાસાના આરંભે અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to 2024 07 03T154001.003 ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર

Gujarat Rain Today News : રાજ્યમાં ચોમાસાના આરંભે અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર રહેશે.  આગામી દિવસોમાં વલસાડ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે. જ્યારે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મહેસાણા, સાબરકાંઠા સહિત ભારે વરસાદનું જોર રહેશે.

Gujarat Rain Live Update

અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર

આ વર્ષે ચોમાસાની સારી શરૂઆત થઈ છે. ચોમાસાના આરંભે જ રાજ્યમાં એક સપ્તાહની અંદર સારો વરસાદ જોવા મળ્યો. વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા. ગઈકાલ સુધી સૂકી દેખાતી વાત્રક નદી આજે બે કાંઠે વહેતી જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું જ્યારે  ઉપરવાસના વરસાદથી વાત્રક નદીમાં નીર આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો.
ચોમાસાના આરંભમાં જ આ વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોને મગફળી સોયાબીનના પાકને જીવત દાન મળ્યું.

બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેરવાયા

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. વરસાદને કારણે લાખણીનાં ખેતરો બેટમા ફેરવાયા. ડેકા, કુંડા સહિત અનેક ગામોના ખેતરો તળાવ બન્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. બનાસકાંઠામાં  નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ખેતરોમાં 4 ફુટથી વધુ પાણી ભરાતા ખેડૂતો તેમના પાકને લઈને ચિંતિત બન્યા છે.

દાહોદના લીમડીમાં ધોધમાર વરસાદ

વરસાદનું જોર વધ્યું છે. જુલાઈ મહિનાના આરંભ સાથે રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદના લીમડીમાં લીમડીમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો. ભારે વરસાદના પગલે રોડ પર ફરી વળ્યા પાણી. ધોધમાર વરસાદ ખાબકતા માર્ગ અને સોસાયટીઓ જળમગ્ન બની છે. વિશ્ર્વકર્મા 2 સોયાયટી અને શિવનગર સોસાયટીમા પણ પાણી ભરાતા સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.

અરવલ્લીમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરવલ્લીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ પડશે. જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે. જો કે થોડા જ વરસાદમાં મોડાસાના મેઘરજ રોડ ઉપર પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

બનાસકાંઠામાં મેઘ મહેર

બનાસકાંઠામાં 24 કલાકમાં મેધારાજા મહેરબાન રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. IMD મુજબ લાખણીમાં 12 ઇંચ, વાવ 3.5 ઇંચ, થરાદ 3 ઇંચ વરસાદ,  દાંતીવાડા 6 ઇંચ, દાંતામાં 3.5 ઇંચ વરસાદ,  દિયોદર 4 ઇંચ, સુઈગામમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ગરમીમાંથી રાહત આપનાર વરસાદનું આગમનન થતા સામાન્ય લોકોને રાહત મળી છે. પરંતુ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેતરો બજારોમાં વહેતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે.  બનાસકાંઠામાં સતત પાણીની કિલલત સામે મેધરાજા મહેરબાન થયા છે. જો કે ભાભર અને ધાનેરા પંથકમાં નહીવત વરસાદ પડતા ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ડેમમાં પાણીની આવક વધી

રાજ્યમાં વરસાદના આગમન સાથે અનેક સ્થાનો પર ભારે વરસાદ જોવા મળ્યો. જ્યારે ભારેથી અતિભારે વરસાદના આગમનથી નદીઓ અને તળાવો છલકાઈ રહ્યા છે. ચોમાસના આરંભે જ એટલો બધો વરસાદ પડ્યો કે ભાવનગરના શેત્રુજી ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. શેત્રુજી ડેમની જળસપાટી 16.6 ફૂટે પહોંચી ગઈ છે. ભારે વરસાદના કારણે શેત્રુજી ડેમમાં નવા નીર આવતા ડેમમાં હાલ 4181 ક્યુસેક પાણીની આવક વધી. ગઈકાલથી પાણી ની આવક વધતા શેત્રુજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થયો છે.

Capture ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર

ઘેડ પંથકમાં જળ બંબાકાર

જુનાગઢના કેશોદ ઘેડ પંથકમાં જળ બંબાકાર થયો છે. ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો બામણાસા ઘેડ ગામના છે. જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. સામે આવેલ દ્રશ્યોમાં દેખાય છે કે હજારો વિઘા ખેતીની જમીન પર પાણી જ પાણી છે કયાંય જમીન દેખાતી નથી. ઓઝત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત સ્થિતિ જોવા મળી.

કેશોદનો ઘેડ પંથક જળ બંબાકાર થતા બામણાસા ઘેડ ગામમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું.  હજારો વિઘા ખેતીની જમીનો ઉપર પાણી ફરી વળ્યા
ઓઝત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત સ્થિતિમાં જોવા મળ્યો. નદીનો પાળો તૂટતાં હજારો વિઘા જમીન બરબાદ થઈ.  સિંચાઈ વિભાગની સામાન્ય ભુલના કારણે સ્થિતી સર્જાઇ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ખેતીની જમીનોમાં જરૂરિયાત કરતાં વધુ પાણી ભરાતા મગફળીના પાકને મોટું નુકસાન અને જમીનો ધોવાઈ. વરસાદને પગલે બામણાસા સહિત આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા થયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત