Not Set/ રાજકોટ: દીવાલો પર અંકિત કરાઈ જેલની દુનિયા, 100 આર્ટીસ્ટોએ દોર્યા ચિત્રો

રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી ચિત્રનગરી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે સેન્ટ્રલ જેલની દિવાલ પર જેલની અંદરની દુનિયા અંકિત કરવામાં આવી હતી. દિવાલ પર 100 જેટલા ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 100 આર્ટિસ્ટો સામેલ હતા. વિવિધ થીમ, સામાજીક સંદેશા વગેરે પર આધારિત ચિત્રો દોરવામાં આવ્યા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ દિવાલો પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા […]

Top Stories Gujarat Rajkot
RJT Painting રાજકોટ: દીવાલો પર અંકિત કરાઈ જેલની દુનિયા, 100 આર્ટીસ્ટોએ દોર્યા ચિત્રો

રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી ચિત્રનગરી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે સેન્ટ્રલ જેલની દિવાલ પર જેલની અંદરની દુનિયા અંકિત કરવામાં આવી હતી. દિવાલ પર 100 જેટલા ચિત્રો દોરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટમાં 100 આર્ટિસ્ટો સામેલ હતા. વિવિધ થીમ, સામાજીક સંદેશા વગેરે પર આધારિત ચિત્રો દોરવામાં આવ્યા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ દિવાલો પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.

અમુક ચિત્રોમાં જેલની અંદરની દુનિયા પણ પ્રસ્તુત કરવામાં આવી છે. જેલની અંદર લાઇબ્રેરી, ગૌશાળા, રસોડુ, બેકરી સહિત અનેક જગ્યાઓને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે.