Not Set/ રંગીલુ રાજકોટ થયુ શર્મસાર, સાડા ચાર વર્ષની દિકરી સાથે આચરવામા આવ્યુ દુષ્કર્મ

રાજકોટ, દિવસે ને દિવસે દુષ્કર્મની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે રંગીલા રાજકોટની તો ફરી એક વાર અહી દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના આજી ડેમ વિસ્તારમા રહેતી સાડા ચાર વર્ષની દિકરી પર તેની બાજુમા રહેતા 58 વર્ષીય પાડોશી સુદામા ચૌધરી દ્વારા દુષ્કર્મ આચરવામા આવ્યુ છે. ઉલેખનીય છે કે જ્યારે તે […]

Top Stories Rajkot Gujarat Trending
678763 rape 2 રંગીલુ રાજકોટ થયુ શર્મસાર, સાડા ચાર વર્ષની દિકરી સાથે આચરવામા આવ્યુ દુષ્કર્મ

રાજકોટ,

દિવસે ને દિવસે દુષ્કર્મની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે રંગીલા રાજકોટની તો ફરી એક વાર અહી દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના આજી ડેમ વિસ્તારમા રહેતી સાડા ચાર વર્ષની દિકરી પર તેની બાજુમા રહેતા 58 વર્ષીય પાડોશી સુદામા ચૌધરી દ્વારા દુષ્કર્મ આચરવામા આવ્યુ છે.

ઉલેખનીય છે કે જ્યારે તે દિકરી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો ત્યારે જ મકાન માલિક જોઈ જતા પીડિતની માતાને જણાવ્યું હતું. દીકરીને બહાર કાઢી પરંતુ દીકરીને દુખાવો થતા ખાનગી ડોક્ટરને બતાવવામાં આવ્યું તે પછી પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમા આવ્યો હતો. આ દુર્ઘટના અંગે આજીડેમ પોલિસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

એક તરફથી રાજ્ય સહિત દેશભરમા દિકરીઓને નિર્ભય બનાવવાની વાતો થઈ રહી છે. તો બિજી તરફ દિવસે અને દિવસે સગીર દિકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે રાજકોટમા છેલ્લા ત્રણ મહિનામા ચાર સગીર દિકરીઓ પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. રાજકોટ મહિલા પોલિસ સ્ટેશન પોલિસ ઈન્સપેકટર, પિ.બિ.સાપરાના જણાવ્યા પ્રમાણે આજીડેમ પોલિસને જાણ કરવામા આવી હતી. ત્યારબાદ મહિલા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાતા આરોપી સુદામા ચૌધરીની ધરપકડ કરવામા આવી છે. આરોપી સુદામા ચૌધરી મુળ બિહારનો વતની હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે તે દિકરી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો ત્યારે જ મકાન માલિક જોઈ જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

 રાજકોટમા ક્યારે થયા સગીરાઓ પર દુષ્કર્મ

 

  1. ચુનારાવાડ વિસ્તારમા 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામા આવ્યુ. પહેલા અપહરણ ત્યારબાદ દુષ્કર્મ આચર્યુ અને બાદમા હત્યા કરી.

 

  1. કાલાવડ રોડ પર આવેલ આવાસ કવાટર્સમા રહેતી 5 વર્ષની દિકરી પર ફરસાણના વેપારીએ દુષ્કર્મ આચર્યુ

 

  1. ગાંધીગ્રામ વિસ્તારમા 9 વર્ષની દિકરી પર પાડોશમા રહેતા ભરવાડ શખ્સે દુષ્કર્મ આચર્યુ

 

  1. ભક્તિનગર વિસ્તારમા રહેતી 12 વર્ષની સગીરા પર પાડોશમા જ રહેતા 6 જેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામા આવયુ

રાજકોટ મહિલા પોલિસ સ્ટેશન પોલિસ ઈન્સપેકટર, પિ.બિ.સાપરાના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામા રાજકોટમા સગીર વયની દિકરી પર દુષ્કર્મ આચરવાના પાંચ જેટલા બનાવો બન્યા છે. જેમા ગઈકાલનો ગુનો પણ સામેલ છે. મોટા ભાગના કેસમા આરોપીઓ પાડોશી હોવાનુ સામે આવ્યુ છે.