Not Set/ રાજકોટ : પાંચ મહિના પહેલા બહેનપણીને જીવતી સળગાવી, હવે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરના માધાપર પાસે 25 વારિયા કવાર્ટરમાં પાંચ મહિના પહેલા બહેનપણીને જીવતી સળગાવનાર હત્યા કરનાર મહિલાએ જેલમાં આપઘાતની કોશિશ કરતા સારવારમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગેની વિગત મુજબ પોપટપરામાં આવેલ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતી સપના હરી ગામીત ઉ.વ.22 નામની યુવતીએ ગઈકાલે જેલમાં બેરેક નં. 2માં હતી ત્યારે અન્ય મહિલા કેદી સાથે ઝઘડો […]

Top Stories Rajkot Gujarat
maxresdefault 22 રાજકોટ : પાંચ મહિના પહેલા બહેનપણીને જીવતી સળગાવી, હવે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરના માધાપર પાસે 25 વારિયા કવાર્ટરમાં પાંચ મહિના પહેલા બહેનપણીને જીવતી સળગાવનાર હત્યા કરનાર મહિલાએ જેલમાં આપઘાતની કોશિશ કરતા સારવારમાં ખસેડવામાં આવી છે.

બનાવ અંગેની વિગત મુજબ પોપટપરામાં આવેલ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતી સપના હરી ગામીત ઉ.વ.22 નામની યુવતીએ ગઈકાલે જેલમાં બેરેક નં. 2માં હતી ત્યારે અન્ય મહિલા કેદી સાથે ઝઘડો થતાં લાગી આવતા સાબુ ખાઈ જઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પોલીસ પાસેથી વધુ વિગત મળી હતી કે સપના અગાઉ પાંચ મહિના પહેલા માધાપર પાસે 25 વારિયામાં રહેતી તેની બહેનપણી તેજલ અશોક કોળી સાથે રહેતી હતી અને કોઈ બાબતે ઝઘડો થતાં તેજલને સપનાએ કેરોસીન છાટી જીવતી સળગાવી નાખતા સારવારમાં ખસેડયા બાદ તેણીનું મોત નીપજતાં હત્યા કરવાના ગુનામાં પોલીસે સપનાની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી.