રાજકોટ,
રાજકોટ મનપા દ્વારા મવડી,વાવડી,નંદાવન વિસ્તારમાં દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી. દબાણ હટાવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ ફેલાયો.
સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવી મનપાની કામગીરીનો વિરોધ કર્યો હતો. દિવાળીના તહેવારને થોડા દિવસ બાકી છે ત્યારે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો.

સ્થાનિકોના રોષને અવગણીને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. ગેરકાયદેસર દબાણ દૂર કરવમાં આવ્યું. મનપા અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ગેરકાયદેસર બાંધકામ વાળા માલિકોને નોટિસ અને મૌખિક બને રીતે કહેવામાં આવ્યું હતું.

પરંતુ મનપાની નોટિસને ધ્યાનમા લીધી ન હતી. જયારે સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, સરકાર ટેક્ષ લે છે. સુવિધા આપતી નથી. સોસાયટીમા રોડ- રસ્તાની પણ સુવિધા નથી.સરકારની ડબલ નીતિના લીધે અમને ભોગવું પડે છે.
