Not Set/ ગુજરાતમાં પહેલીવાર રાજકોટ ઝુમાં જોવા મળશે બબુન વાનર

રાજકોટ, રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર  ઝુ, પંજાબ […]

Top Stories Rajkot Gujarat
aaay 15 ગુજરાતમાં પહેલીવાર રાજકોટ ઝુમાં જોવા મળશે બબુન વાનર

રાજકોટ,

રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર  ઝુ, પંજાબ વચ્ચે વન્યપ્રાણી-પક્ષીઓ વિનીમય કરવા મંજૂરી મળી છે. જેમાં રાજકોટ ઝુ પંજાબના છતબીર ઝુ પાસેથી બબુન વાનર લવાશે. જે ગુજરાત રાજ્યનું રાજકોટ ઝુ પહેલું બબુન વાનર પ્રદર્શીત કરનારૂ ઝુ બનશે.

હાલ ગુજરાતના એક પણ ઝૂમાં વિદેશી વાનર બબૂન રાખવામાં આવેલું નથી. આથી રાજકોટ ઝૂ બબૂન વાનરોને પ્રદર્શીત કરનાર ગુજરાતનું પ્રથમ ઝૂ બનશે.

બંને ઝુ ઓથોરીટી વચ્ચે થયેલી સમજૂતી મુજબ, રાજકોટ ઝુએ એક એક એશિયાઇ સિંહ, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ આપવાની રહેશે. જ્યારે છતબીર ઝુ(પંજાબ)એ હમદ્રયાસ બબુન એક એક, હિમાલયન રીંછ એક, જંગલ કેટ એક, રોઝ રીંગ પેરાકીટ ત્રણ ત્રણ, એલેઝાન્ડ્રીન પેરાકીટ બે બે, કોમ્બ ડક બે બે આપવાના રહેશે.

ઉપરોક્ત મંજુર થયેલ વન્યપ્રાણી વિનીમય અંતર્ગત એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર ઝુ (પંજાબ)ની ટીમ વન્ય પ્રાણીઓ લેવા માટે રાજકોટ ઝુ ખાતે ઝડપથી આવે તેવી શકયતા છે.

હાલ રાજકોટ ઝુ ખાતે કદાવર વિદેશી વાનર બબૂન માટે પાંજરાનાં બાંધકામની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. પાંજરાના બાંધકામની કામગીરી અંદાજે 20થી ૨૫ દિવસમાં પૂર્ણ થઇ જશે. રાજકોટ ઝુ દ્વારા પાંજરાના બાંધકામની કામગીરી પૂર્ણ થયે તુરંત છતબીર ઝૂ, પંજાબ ખાતેથી મંજૂર થયેલા પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવશે. હાલ ગુજરાતના એક પણ ઝૂમાં વિદેશી વાનર બબૂન જાવા મળતો નથી. આથી રાજકોટ ઝુ બબૂન વાનરોને પ્રદર્શીત કરનાર ગુજરાતનું પ્રથમ ઝુ બની રહેશે.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 53 પ્રજાતીનાં કુલ-408 પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડતા ઝુની બન્ને બાજુનાં બન્ને તળાવો લાલપરી તથા રાંદરડા સંપૂર્ણ ભરાઇ જતા તથા ઝુનું કુદરતી સૌંદર્ય વાતાવરણ જોઇ મુલાકાતીઓ ખૂબ જ ખુશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.