Not Set/ રાજકોટમા 9 વર્ષની બાળકી સાથે યુવાને ત્રણ-ત્રણ વખત આચર્યું દુષ્કર્મ

રાજકોટ કઠુઆ, ઉન્નાવ, સુરતના ગેંગરેપની હેવાનિયતના કેસોની શાહી હજુ સુકાઈ નથી અને દેશ અને રાજ્યમાં માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં પણ એક બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ગત અઠવાડિયે જ હજુ 8 વર્ષની બાળાકનો કેસ નોંધાયો હતો ત્યારે ફરી આજે રાજકોટમા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. […]

Top Stories
atm ahd 2 રાજકોટમા 9 વર્ષની બાળકી સાથે યુવાને ત્રણ-ત્રણ વખત આચર્યું દુષ્કર્મ

રાજકોટ

કઠુઆ, ઉન્નાવ, સુરતના ગેંગરેપની હેવાનિયતના કેસોની શાહી હજુ સુકાઈ નથી અને દેશ અને રાજ્યમાં માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં પણ એક બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ગત અઠવાડિયે જ હજુ 8 વર્ષની બાળાકનો કેસ નોંધાયો હતો ત્યારે ફરી આજે રાજકોટમા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા 9 વર્ષની બાળકીને ટીવી જોવા બોલાવી તેને બિભત્સ વીડિયો બતાવી તેની સાથે 24 વર્ષના યુવાને ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે પોસ્કો સહિતની કલમો લગાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. બાળકીના પિતાનું અવસાન થયું હોવાથી તે વિધવા માતા સાથે રહેતી હતી. ગાંધીગ્રામના શાસ્ત્રી નગરના હવસખોર શખ્સ કમલેશ ઉર્ફે મુરલીએ ટીવી જોવાના બહાને બિભત્સ ફિલ્મ બતાવી બીજા ધોરણમા ભણતી બાળકીને અડપલા કરી ત્રણ ત્રણ વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ વિધવા માતાએ લખાવતા નરાધમ પર ફિટકાર વરસી રહ્યો છે.

વિધવા માતાએ જણાવ્યું હતું કે, મેં પ્રથમ લગ્ન કર્યા તેમા છૂટાછેડા થયા હતા. બાદમા બીજા લગ્ન કર્યા હતા તેમાં દીકરી અવતરી હતી. મારા પતિ હયાત નથી મારી બાળકી બીજા ધોરણમાં ભણે છે. બાળકી જેને કાકા કંહી બોલાવતી તે જ નરાધમે દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે.