Not Set/ રાજકોટમાં ભરબપોરે યુવાન પર હુમલો,પીઠ પાછળ ખૂંપેલી છરી સાથે હોસ્પિટલ ખસેડાયો

રંગીલા રાજકોટમાં હાલ ચોરી, લૂંટ, મારામારી અને હત્યા અને રેપ જાણે સામાન્ય બાબત બની ગઈ છે. રાજકોટમાં એક પછી એક ગુનાખોરીની ઘટના સામે અવી રહી છે. ત્યારે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સોમવારે આ મારામારીની ઘટના બની હતી. રાજકોટમાં ઇમિટેશનનું કામ કરતા જીલ્લાની સુમારભાઇ રાઉમા નામના સંધી યુવાન સાથે અજાણ્યા […]

Gujarat Rajkot
mahiaa 2 રાજકોટમાં ભરબપોરે યુવાન પર હુમલો,પીઠ પાછળ ખૂંપેલી છરી સાથે હોસ્પિટલ ખસેડાયો

રંગીલા રાજકોટમાં હાલ ચોરી, લૂંટ, મારામારી અને હત્યા અને રેપ જાણે સામાન્ય બાબત બની ગઈ છે. રાજકોટમાં એક પછી એક ગુનાખોરીની ઘટના સામે અવી રહી છે. ત્યારે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સોમવારે આ મારામારીની ઘટના બની હતી. રાજકોટમાં ઇમિટેશનનું કામ કરતા જીલ્લાની સુમારભાઇ રાઉમા નામના સંધી યુવાન સાથે અજાણ્યા શખ્સોએ સામે જોવા બાબતે ઝઘડો કરી મારામારી કરી હતી. એટલું જ નહીં અજાણ્યા શખ્સોએ જીલ્લાનીને ડાબા ખભા પર છરો ભોકી દીધો હતો.

આપને જણાવી દઈએ કે સોમવારે બપોરના સમય દરમિયાન દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતો આ યુવાન તેના મિત્ર અસ્પાક સાથે એક્ટિવામાં ભીસ્તીવાડમાં બકરા માટે ચારો લેવા આવ્યો હતો. બંને મિત્રો અહીં એક એક્ટિવા પર બેઠા હતા ત્યારે કેટલાક શખ્સોએ આવીને તેમની સાથે સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો અને જીલ્લાનીના ડાબા ખભા પર છરો ભોકી દીધો હતો. જીલ્લાનીના ખભામાં છરો ફસાઈ ગયો હોવાથી તેને એવી જ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

mahiaa 1 રાજકોટમાં ભરબપોરે યુવાન પર હુમલો,પીઠ પાછળ ખૂંપેલી છરી સાથે હોસ્પિટલ ખસેડાયો

આ ઘટનામાં યુવાનનો 25 હજારની કિંમતનો મોબાઈલ તેમ જ તેના મિત્ર અસ્પાકનો ત્રણ તોલાનો ચેઇન પણ ક્યાંક ગુમ થઈ ગયો હતો.

આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલાં જીલ્લાનીને તેના મિત્રએ રીક્ષામાં સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો.

રાજકોટ : જંકશન મેઈન રોડ પર ભરબપોરે યુવાન પર હુમલો: શરીરમાં ખૂંપેલી છરી સાથે હોસ્પિટલ પહોંચ્યો

યુવાન ચાર ભાઈના પરિવારમાં નાનો છે. તેના પિતા ખેતીકામ કરે છે. ઘટનાસ્થળે એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સામું જોવા બાબતે માથાકૂટ થયા બાદ આ હુમલો કરાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન