Not Set/ રાજ્યસભાના ભાજપના ઉમેદવાર જુગલજી ઠાકોર પાસે 101 કરોડ રૂપિયાની સંપત્તિ

ગાંધીનગર ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પેટાચૂંટણી 5 જુલાઇએ યોજાઇ રહી છે.રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મોદી સરકારના મંત્રી એસ. જયશંકર અને બીજા નેતા જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યું છે.બંને ઉમેદવારોએ ફોર્મ ભરવાની સાથે તેમની સંપત્તિ અંગે એફીડેવીટ પણ ફાઇલ કરી છે. આ એફીડેવીટ પ્રમાણે જુગલજી ઠાકોર પાસે અધધ સંપત્તિ છે. ભાજપના  ઉમેદવાર જુગલજી  […]

Top Stories

ગાંધીનગર

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પેટાચૂંટણી 5 જુલાઇએ યોજાઇ રહી છે.રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મોદી સરકારના મંત્રી એસ. જયશંકર અને બીજા નેતા જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યું છે.બંને ઉમેદવારોએ ફોર્મ ભરવાની સાથે તેમની સંપત્તિ અંગે એફીડેવીટ પણ ફાઇલ કરી છે.

આ એફીડેવીટ પ્રમાણે જુગલજી ઠાકોર પાસે અધધ સંપત્તિ છે. ભાજપના  ઉમેદવાર જુગલજી  ઠાકોર પત્ની અને બાળકો સહિત 101.48 કરોડ રૂપિયાની સંપતિના આસામી છે.જુગલ ઠાકોર 61.56 લાખની વોલ્વો કાર ધરાવે છે. તેમના પુત્ર પાસે 18.42 લાખની કિંમતની ડુકાટી બાઇક છે.જુગલજી ઠાકોર પાસે ફાર્મ હાઉસ અને કેટલીક જમીનો પણ છે.

49 વર્ષના જુગલજી ઠાકોરે 2015માં  ઓપન યુનિવર્સિટીમાંથી બીબીએનો કોર્ષ કર્યો છે.

કેન્દ્રમાં પુર્વ વિદેશ સચિવ રહી ચુકેલા એસ. જયશંકર પાસે કુલ 15.82 કરોડની સંપત્તિ છે. જયશંકર અમેરિકાના વોશિંગ્ટન, સિંગાપોર અને જાપાનના ટોક્યોની બેંકમાં પણ થાપણ ધરાવે છે.રાજ્યસભાના ચારેય ઉમેદવારોમાં એસ.જયશંકર સૌથી વધુ ભણેલા છે.તેમણે જવાહરલાલ યુનિવર્સિટીમાંથી એમએ,એમફીલ અને પીએચડી કર્યું છે.

Image result for s jaishankar

સંપત્તિ અંગે જો રાજ્યસભા માટે કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો ગૌરવ પંડ્યાની કુલ મિલકત 18.69 કરોડ છે. કોંગ્રેસના અન્ય ઉમેદવાર ચંદ્રિકાબેન ચુડાસમા પાસે 2.56 કરોડની સંપતિ છે.67 વર્ષના ચંદ્રિકાબેન ચુડાસમા આયુર્વેદના ડોક્ટર છે.

રાજ્યસભાની બે સીટો માટેની પેટાચૂંટણી 5 જુલાઇએ યોજાશે.