Not Set/ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સરિતાને રાજ્ય સરકાર દ્વારા અપાશે ૧ કરોડ રૂ.નો રોકડ પુરસ્કાર

ગાંધીનગર, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૨માં દિવસે ભારતીય મહિલા ખેલાડીઓએ ૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ મહિલા ખેલાડીઓમાં હિમા દાસ, પોવામ્માં રાજુ, વિસ્માયા કોરોથા અને ગુજરાતની સરિતા ગાયકવાડ શામેલ હતા. જો કે આ ખેલાડીઓમાં શામેલ સરિતા ગાયકવાડ એ ગુજરાતના ડાંગની રહેવાસી છે અને તેને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી રાજ્યનો […]

Ahmedabad Gujarat Trending
SARITABEN GAYAKWAD Mantavya news એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સરિતાને રાજ્ય સરકાર દ્વારા અપાશે ૧ કરોડ રૂ.નો રોકડ પુરસ્કાર

ગાંધીનગર,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૨માં દિવસે ભારતીય મહિલા ખેલાડીઓએ ૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ મહિલા ખેલાડીઓમાં હિમા દાસ, પોવામ્માં રાજુ, વિસ્માયા કોરોથા અને ગુજરાતની સરિતા ગાયકવાડ શામેલ હતા.

https://api.mantavyanews.in/gujarat-sarita-who-won-gold-in-asian-games-will-receive-a-cash-prize-of-rs-1-crore-by-the-state-government/?preview_id=223458&preview_nonce=9b85623c1f&_thumbnail_id=223498&preview=true

જો કે આ ખેલાડીઓમાં શામેલ સરિતા ગાયકવાડ એ ગુજરાતના ડાંગની રહેવાસી છે અને તેને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી રાજ્યનો ડંકો વગાડ્યો હતો, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગોલ્ડન ગર્લ સરિતાને આ મોટી ઉપલબ્ધિને બિરદાવતા ૧ કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Dl3fdnyWwAAlUZo એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સરિતાને રાજ્ય સરકાર દ્વારા અપાશે ૧ કરોડ રૂ.નો રોકડ પુરસ્કાર

મુખ્યમંત્રી વિજય રુપાણીએ સરિતા ગાયકવાડને આ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

Dl3p3uCWwAAD6JQ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સરિતાને રાજ્ય સરકાર દ્વારા અપાશે ૧ કરોડ રૂ.નો રોકડ પુરસ્કાર

સરિતા ગાયકવાડ અંગે વાત કરવામાં આવે તો તે ડાંગ જિલ્લામાં વસતા એક ગરીબ પરિવારની દીકરી છે. સરિતા એક ખેતીમાં મજુરી કામ કરતા પરિવારમાંથી આવે છે અને તેને પોતાના ટેલેન્ટ દ્વારા ગોલ્ડ જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે.

Dl3p3uHXcAAyHWu એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સરિતાને રાજ્ય સરકાર દ્વારા અપાશે ૧ કરોડ રૂ.નો રોકડ પુરસ્કાર

સરિતા ગાયકવાડનું કેરિયર

ગુજરાતના ડાંગ જિલ્લામાંથી આવતી સરિતા ગાયકવાડે પોતાના કેરિયરની શરૂઆત ખો-ખોથી કરી હતી. જો કે ત્યારબાદ સરિતાએ તેના એથ્લેટ્સ તરીકેની કારકિર્દી ૨૦૧૨m ખેલ મહાકુંભથી કરી હતી.આ ખેલમાં તે પ્રથમ ૪ x ૪૦૦ રિલે દોડમાં પહેલા સ્થાને આવી હતી.

જો કે ત્યારબાદ ઇન્ટર યુનિવર્સીટી નેશનલ લેવલ એથ્લેટ્સ ટુર્નામેન્ટમાં વર્ષ ૨૦૧૪-૧૫માં બ્રોન્ઝ મેડલ, ૨૦૧૫-૧૬માં સિલ્વર મેડલ અને ૨૦૧૬-૧૭માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નેશનલ લેવલ એથ્લેટ્સ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ એશિયન ચેમ્પિયનશીપની ૪૦૦ મીટર રેસમાં ભારતની અગુવાઈ કરી હતી.