Not Set/ બે બાળકીના વીજ શોક લાગવાથી નીપજ્યા મોત, વીજતંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

સુરેન્દ્વનગર, સુરેન્દ્વનગરના પાટડી તાલુકાના વિસનગર ગામમાં વીજ શોકની ઘટનાથી દુરભાગ્યે બે બાળકી મોતને ભેટી છે.. આ વીજશોક લાગવાને કારણે પુજા ડાભી અને સંજન ડાભી નામની બે બાળકીના મોત નીપજ્યા છે. ત્યારે વીજ થાંભલાને અડેલી હાલતમાં બન્ને બાળકીની લાશ મળી આવી હતી. સાંજે ખેતરમાં ગયા બાદ બંને બાળકીઓ ન મળી આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. […]

Top Stories Gujarat
06 6 બે બાળકીના વીજ શોક લાગવાથી નીપજ્યા મોત, વીજતંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

સુરેન્દ્વનગર,

સુરેન્દ્વનગરના પાટડી તાલુકાના વિસનગર ગામમાં વીજ શોકની ઘટનાથી દુરભાગ્યે બે બાળકી મોતને ભેટી છે.. આ વીજશોક લાગવાને કારણે પુજા ડાભી અને સંજન ડાભી નામની બે બાળકીના મોત નીપજ્યા છે.

ત્યારે વીજ થાંભલાને અડેલી હાલતમાં બન્ને બાળકીની લાશ મળી આવી હતી. સાંજે ખેતરમાં ગયા બાદ બંને બાળકીઓ ન મળી આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

b0c1ef02 9151 4b32 aa3d 46df2e9ea1ce બે બાળકીના વીજ શોક લાગવાથી નીપજ્યા મોત, વીજતંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

મળતી માહિતી મુજબ, ઘરેથી ઠપકો મળતા બંને બહેનો ઘરેથી નીકળી ગઈ હતી અને તે ગામના કોઈ ખેતરમાં કંકોડા વીણવા માટે જતી રહી, જ્યાંબંને બહેનો કામ કરી રહી ત્યાં વીજ થાંભલો હોવાના કારણે બંને બહેનોને વીજ કરંટ લાગી ગયો હતો અને બંનેના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હતા. ત્યારે વીજતંત્રની બેદરકારી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે..