Not Set/ કોરોનાવાયરસ/ સુરતમાં નોંધાયો શંકાસ્પદ બીજો કેસ, ભાગી ગયેલો પહેલો દર્દી હોસ્પિટલમાં પરત ફર્યો

ચીનથી ફેલાયેલા કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ વાયરસના શંકાસ્પદ કેસ હવે ગુજરાતમાં પણ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના 5 થી વધુ શંકાસ્પદ સામે આવ્યા છે. મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ બાદ સુરતથી બીજો શંકાસ્પદ કેસ બુધવારે નોંધાયો છે. ચીનથી પરત આવેલા 21 વર્ષીય MBBS સ્ટુડન્ડ્સને આઈસોલેશન […]

Gujarat Surat
Untitled 21 કોરોનાવાયરસ/ સુરતમાં નોંધાયો શંકાસ્પદ બીજો કેસ, ભાગી ગયેલો પહેલો દર્દી હોસ્પિટલમાં પરત ફર્યો

ચીનથી ફેલાયેલા કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ વાયરસના શંકાસ્પદ કેસ હવે ગુજરાતમાં પણ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના 5 થી વધુ શંકાસ્પદ સામે આવ્યા છે. મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ બાદ સુરતથી બીજો શંકાસ્પદ કેસ બુધવારે નોંધાયો છે. ચીનથી પરત આવેલા 21 વર્ષીય MBBS સ્ટુડન્ડ્સને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

આપણે જણાવી દઈએ કે સુરતમાં જે પહેલો કેસ સામે આવ્યો હતો તે દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયા બાદ બીજા દિવસે પરત આવી જતા તેના પણ સેમ્પલ મેળવીને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

મહત્વનું છે કે ચીનથી 8 જાન્યુઆરીના રોજ પરત ફરેલા દર્દીને શરદી ખાંસી જણાતા મંગળવારે સુરત નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સાંજે પાંચ વાગ્યાની આસાપાસ દર્દી આરએમઓને મળવાનું કહીને હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.

પોલીસને આ મામલે જાણ કરવામાં આવતા પોલીસે દર્દીની શોધખોળ હાથ ધરી હતી. તે બાદ બીજા દિવસે દર્દીના પરિવારજનો તેને ફરી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.