Not Set/ સુરતમાં કારમાં લોક થઈ જતા બે બાળકોના મોત

સુરત, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા બે બાળકો ઘરેથી સેવ લેવા માટે નીકળ્યા બાદ રમત રમતમાં કારમાં બેસી ગયા હતા. અચાનક કાર લોક થઇ જતા બંને બાળકોના ગૂંગળાઈ જવાથી મોત નીપજયાની ઘટના બની હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રમત રમતમાં કારમાં બેઠા અને લોક થઈ ગયા આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત […]

Gujarat Trending
d649cc88 8602 4e05 bea0 2b4a8bb55067 સુરતમાં કારમાં લોક થઈ જતા બે બાળકોના મોત

સુરત,

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા બે બાળકો ઘરેથી સેવ લેવા માટે નીકળ્યા બાદ રમત રમતમાં કારમાં બેસી ગયા હતા. અચાનક કાર લોક થઇ જતા બંને બાળકોના ગૂંગળાઈ જવાથી મોત નીપજયાની ઘટના બની હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રમત રમતમાં કારમાં બેઠા અને લોક થઈ ગયા

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસીડન્સીમાં રહેતા નિખિલ જરીવાલાનો પાંચ વર્ષનો પુત્ર વિરાજ અને તેના પાડોશી મહેશભાઈ રૂપાવાલાનો પાંચ વર્ષનો પુત્ર એલિસ મિત્રો છે. આ બંને બાળકો ગઈકાલે સોમવારે પોતાની સોસાયટીની બહાર આવેલ દુકાનેથી સેવ ખરીદવા માટે નીકળ્યા હતા. પરંતુ આ બંને બાળકો એક કલાક સુધી ઘરે પરત આવ્યા ન હતા જેના કારણે જરીવાલા અને રૂપાવાલા પરિવારના સભ્યો પોતાના બાળકોને શોધવા માટે શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ બાદ બાળકો ન મળતા બંને બાળકોના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગરમીથી બાળકો દાઝી જતા ફોલ્લા પડી ગયા હતા

આ શોધખોળ દરમિયાન મોડી સાંજે આ બંને બાળકો સોસાયટીમાં જ પાર્ક કરેલી એક એસેન્ટ કારમાંથી બેભાનાવસ્થામાં અને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે આ કારના દરવાજા અંદરથી લોક થઈ ગયા હોવાથી સ્થાનિક રહેવાસીઓએ કારના કાચ તોડીને બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બંને બાળકોને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા બંને બાળકોને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા.