એમસ્ટર્ડમ,
ગુજરાતથી વિશ્વના પ્રવાસે નીકળેલી બે યુવતીઓના બાઇક એમસ્ટર્ડેમમાં ચોરાઇ ગયા હતા.સુરતથી બાઇક પર વિશ્વના 3 ખંડ અને 25 દેશના પ્રવાસે નીકળેલી સુરતની 3 યુવતીઓને તેમના આ ઐતિહાસિક પ્રવાસમાં પારાવાર મુશ્કેલીઓ પડી છે.
સુરતથી જૂન મહિનામાં સુરતની 3 યુવતી સારિકા મહેતા, રૂતાલી પટેલ અને જીનલ શાહ બાઇક પર વિશ્વના 25 દેશના પ્રવાસે નીકળી હતી. 10 દિવસ પહેલા જીનલ શાહનો પાસપોર્ટ સહિતની અનેક વસ્તુ ગુમ થઇ જતા તેણીને રશિયાથી ભારત પરત આવવું પડયું હતું.
હવે રવિવારે વેસ્ટ નેધરલેન્ડના એમસ્ટર્ડમમાં એમઆઇબીઆઇ સિટીમાં સારિકા મહેતા અને રૂતાલી પટેલે પાર્ક કરેલી બાઇક ચોરાઇ ગઇ હતી.સારિકા અને રૂતાલી આ બાઇક પર વિશ્વ પ્રવાસે નીકળ્યા હતા.જે બાઇક પર વિશ્વ પ્રવાસે નીકળ્યા તે જ ચોરાઇ જતાં બંને યુવતીઓ ખુબ પરેશાનીમાં મુકાઇ હતી. સારિકા અને રૂતાલીએ સોશિયલ મિડીયા પર આમસ્ટર્ડમમાં રહેતા ભારતીાને મદદ કરવા હાકલ કરી હતી. જેને કારણે બીએમડબલ્યુ બાઇકની મદદ મળી ગઇ હોવાનું જાણવા મળ્યું છે અને બનેં બાઇકર્સ લંડન જવા રવાના થઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
