Not Set/ સિવિલ હોસ્પિટલમાં યુવાનને પોલીસે ચખાડ્યો મેથીપાક,વિડીયો થયો વાયરલ

સુરત, સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસે હંગામો મચાવી રહેલ યુવાનની ધુલાઈ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આપને જણાવી દઈએ કે, ઉન ભીંડી બજારમાં રહેતા એક યુવકે કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે તેના પરિવારજનો તેને લઈને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતાં. ત્યાં નવી સિવિલ હોસ્પિટલમાં દસથી વધુ સગાસંબધીઓનું ટોળુ ઇમર્જન્સી […]

Top Stories

સુરત,

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસે હંગામો મચાવી રહેલ યુવાનની ધુલાઈ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આપને જણાવી દઈએ કે, ઉન ભીંડી બજારમાં રહેતા એક યુવકે કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે તેના પરિવારજનો તેને લઈને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતાં. ત્યાં નવી સિવિલ હોસ્પિટલમાં દસથી વધુ સગાસંબધીઓનું ટોળુ ઇમર્જન્સી વિભાગમાં ધસી ગયા હતાં.

આ સમયે ફરજ પરના પોલીસ જવાનો અને સિક્યુરિટીએ તેમને અટાકાવી કોઈપણ બે વ્યક્તિને સાથે જવાનું જણાવ્યું હતું. આ મુદ્દે તેમના પરિવારજનો સહિત સાથે આવેલા સગાસંબંધીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરીને ધક્કામૂકી કરી હતી. આથી પોલીસ કર્મચારીઓ  આ તમામને ખટોદરા પોલીસ મથકે લઈ ગઈ હતી અને કેસ દાખલ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.