Not Set/ સુરત: કેનાલમાં બે બાળકો ડૂબ્યા, શોધખોળની કામગીરી હાથ ધરાઇ

સુરત, સુરતના કેનાલમાં બે બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી હતી. જેમાં સુરતના પુનાગામ સારોલીમાં આ દુર્ધટના સર્જાય હતી. ઘટનાના પગલે લોકો એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ  સુરત જીલ્લાના પુનાગામ પાસે આવેલા સણીયા હેમાદ ગામે ખાડીમાં બે બાળકો ડુબ્યા હોવાનું બહાર આવ્યું છે. બાળકો અહીં ખાડીમાં ન્હાવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સમગ્ર વિસ્તારમાં […]

Top Stories Gujarat Surat
mantavya 185 સુરત: કેનાલમાં બે બાળકો ડૂબ્યા, શોધખોળની કામગીરી હાથ ધરાઇ

સુરત,

સુરતના કેનાલમાં બે બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી હતી. જેમાં સુરતના પુનાગામ સારોલીમાં આ દુર્ધટના સર્જાય હતી. ઘટનાના પગલે લોકો એકઠા થયા હતા.

mantavya 186 સુરત: કેનાલમાં બે બાળકો ડૂબ્યા, શોધખોળની કામગીરી હાથ ધરાઇ

મળતી માહિતી મુજબ  સુરત જીલ્લાના પુનાગામ પાસે આવેલા સણીયા હેમાદ ગામે ખાડીમાં બે બાળકો ડુબ્યા હોવાનું બહાર આવ્યું છે. બાળકો અહીં ખાડીમાં ન્હાવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

mantavya 187 સુરત: કેનાલમાં બે બાળકો ડૂબ્યા, શોધખોળની કામગીરી હાથ ધરાઇ

ખાડીમાં ડૂબેલા બંન્ને બાળક સ્કૂલથી પરત આવી રહ્યા હતા. આ ખાડી પરના એક લોખંડના પાટાનો ચાલવા માટે રસ્તો બનાવમાં આવ્યો હતો. તંત્ર દ્વારા કોઇ યોગ્ય રસ્તો બનાવવામાં ન આવતા વિદ્યાર્થીઓ નિયમિત આ જગ્યા પરથી પસાર થતા હતા.

mantavya 188 સુરત: કેનાલમાં બે બાળકો ડૂબ્યા, શોધખોળની કામગીરી હાથ ધરાઇ

આ મુદ્દે બાળકોના માતા-પિતાને જાણ થતા તેમણે બાળકોની ભાળ ન મળતા આખી ઘટના સામે આવી. જો કે ઘટનાના પગલે ફાયરફાઇટર અને પોલીસ આવી પહોંચી હતી અને રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઘટનાના પગલે બાળકોના પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.