Not Set/ લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાએ નોંધાવી ઉમેદવારી, બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભાજપ દ્વારા અનેક ચર્ચાઓ બાદ કિરીટ સિંહ રાણાને ફરી ટિકિટ આપવામાં આવી છે. આથી ભાજપના લીંબડી બેઠકના પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટ સિંહ રાણાએ સવારે લીંબડી ના મંદિરે  દર્શન કરી

Gujarat Others
KIRITSINH RANA

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ-સુરેન્દ્રનગર 

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક પર બેઠક ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ લીંબડી સેવા સદન ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

સમગ્ર રાજ્યમાં ૮ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલએ રાજીનામુ આપતા આ બેઠક ખાલી પડી હતી. જ્યાં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આ બેઠક પર ઉમેદવારોની પસંદગીને ધ્યાને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા અસમંજસ જોવા મળી હતી.

જેમાં ભાજપ દ્વારા અનેક ચર્ચાઓ બાદ કિરીટ સિંહ રાણાને ફરી ટિકિટ આપવામાં આવી છે. આથી ભાજપના લીંબડી બેઠકના પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટ સિંહ રાણાએ સવારે લીંબડી ના મંદિરે  દર્શન કરી બાદ પોતાના મધ્યસ્થ કાર્યાલય ખાતે થી કાર્યક્રમને સંબોધીને સભા યોજ્યા બાદ લીંબડી સેવા સદન ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હાલની કોરોના ની મહામારીને ધ્યાને લઇ ફોર્મ ભરતી વખતે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહીત ની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યારે આ તકે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા એ જંગી બહુમતી થી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફોર્મ ભરતી વખતે મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.