Not Set/ સાણંદ/ તેલાવ ગામની કેનાલમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો યુવતીનો મૃતદેહ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં આવેલી નર્મદા કેનલમાંથી એક 22 વર્ષીય યુવતીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આપને જણાવી દઈએ કે યુવતીના હાથ દોરડાથી અને દુપટ્ટાથી પગ બાંધેલા હતા. આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે કોઇ વ્યક્તિએ યુવતીની હત્યા કરીને તેના મૃતદેહ કેનાલમાં ફેંક્યો હોવાની શંકા […]

Gujarat Others

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં આવેલી નર્મદા કેનલમાંથી એક 22 વર્ષીય યુવતીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

આપને જણાવી દઈએ કે યુવતીના હાથ દોરડાથી અને દુપટ્ટાથી પગ બાંધેલા હતા. આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે કોઇ વ્યક્તિએ યુવતીની હત્યા કરીને તેના મૃતદેહ કેનાલમાં ફેંક્યો હોવાની શંકા સેવાઇ રહી છે. હજી સુધી આ યુવતીની ઓળખ મળી શકી નથી.

આ મામલે મળતી માહિતી અનુસાર તેલાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવતીની દોરડાથી હાથ અને દુપટ્ટાથી પગ બાંધેલી હાલતમાં 22 વર્ષીય યુવતીની મૃતદેહ મળી આવ્યો હતો. પહેલી નજરે આ મામલો હત્યાનો જણાતો હતો. આ મામલે પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સાણંદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ મામલે હાલ પોલીસે આસપાસના વિસ્તારના લાગેલા સીસીટીવી ફુટેજ આધારે હત્યારાઓની તપાસ હાથ ધરી છે તેમજ યુવતીની ઓળખપરખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.