Not Set/ ટોઇંગ ક્રેનના કર્મચારીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, ટાર્ગેટ પૂરું કરવા આડેધડ ક્રેનમાં લવાય છે વાહનો

વડોદરા, વડોદરા તોપ સર્કલ પાસે પાર્કિગ ઞોન સિવાયની જગ્યાએ પાર્ક કરેલા વાહનો લેવા ગયેલા ટોઇેગ ક્રેનના કર્મચારીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. આ સમગ્ર મામલો પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઇ રહી હતી. કેટલીક વાર તો વાહન ઉઠાવતી વખતે નાગરિકો સાથે પણ બબાલ થાય છે. જેના કારણો […]

Top Stories Gujarat Vadodara
mantavya 205 ટોઇંગ ક્રેનના કર્મચારીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, ટાર્ગેટ પૂરું કરવા આડેધડ ક્રેનમાં લવાય છે વાહનો

વડોદરા,

વડોદરા તોપ સર્કલ પાસે પાર્કિગ ઞોન સિવાયની જગ્યાએ પાર્ક કરેલા વાહનો લેવા ગયેલા ટોઇેગ ક્રેનના કર્મચારીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી.

જેના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. આ સમગ્ર મામલો પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઇ રહી હતી. કેટલીક વાર તો વાહન ઉઠાવતી વખતે નાગરિકો સાથે પણ બબાલ થાય છે.

જેના કારણો જાણીને સૌકોઇ દંગ રહી જશે. ટોઇંગ ક્રેનના કોન્ટ્રાકટર પાસે કર્મચારીઓની અછત છે. ઓછા વેતન વાળા યુવાનોને નોકરી પર રાખવામાં આવે છે.

મોટેભાગે માથાભારે યુવાનો જ મજૂર તરીકે લેવામાં આવે છે. તેમજ તેઓને ટાર્ગેટ આપવામાં આવે છે. ટાર્ગેટ પૂરું કરવા આડેધડ ક્રેનમાં વાહનો લાવવામાં આવે છે. જેને પગલે નાગરિકો સાથે પણ અણછાજતું વર્તન કરતા હોય છે. તો આ સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે તો સમય જ બતાવશે.