Not Set/ મહારાષ્ટ્રમાં કરાયેલાં વિરોધ પ્રદર્શનની હિંસાની આગ, સુરત બાદ હવે વડોદરામાં પહોંચી

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી હતી. સમ્રગ મહારાષ્ટ્રમાં ઠેર- ઠેર જગ્યાએ હિંસક પ્રદર્શન, તોડફોડ અને આગચંપીની દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ હિંસાનો પડઘો દક્ષિણ ગુજરાતમાં પણ પડ્યો છે. સુરતમાં પણ ભીમસેનાના કાર્યકરોએ ઉધના ખાતેના રેલવે સ્ટેશન ઉપર ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેમજ […]

Top Stories

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી હતી. સમ્રગ મહારાષ્ટ્રમાં ઠેર- ઠેર જગ્યાએ હિંસક પ્રદર્શન, તોડફોડ અને આગચંપીની દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ હિંસાનો પડઘો દક્ષિણ ગુજરાતમાં પણ પડ્યો છે.

સુરતમાં પણ ભીમસેનાના કાર્યકરોએ ઉધના ખાતેના રેલવે સ્ટેશન ઉપર ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેમજ ભાજપના કાર્યાલય પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

https://youtu.be/BD-UUfKF4h0

હવે આ આગની હવા વડોદરા શહેરમાં પણ પહોંચી ગઈ છે. વડોદરા શહેરમાં મધ્યરાત્રીએ સ્ટેશન વિસ્તારમાં દલિત સમાજના અગ્રણીઓ દ્વારા પૂતળા દહન અને બસને આગચંપીનો પ્રયાસ થતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસને જોઇને દલિત સમાજના કાર્યકરો ત્યાંથી ભાગી ગયાં હતાં. સ્થળ પરથી અડધો ડઝન જેટલા પેટ્રોલ પંપ પણ મળી આવ્યાં હતાં.

મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા વર્ગવિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને હિંસક દેખાવોને અટકાવવા માટે તમામ વિભાગો અને મંત્રીઓને સૂચના આપવામાં આવી મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસતંત્રને પણ આ મામલે એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી છે. અને જણાવ્યું છે કે. જ્ઞાતિવાદનું જોર વર્ગવિગ્રહમાં ન ફેરવાય તે માટે સમયસૂચકતા સાથે પોલીસ તંત્ર સજાગ રહે.