Not Set/ વડોદરા: ધોરણ 12ની પરીક્ષાનું સેન્ટર શહેરની બહાર આપ્યું,વિદ્યાર્થીઓ બગડ્યાં

વડોદરા, વડોદરામાં ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા અગાઉ લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષાનાં કેન્દ્રો શહેરની બહાર ફાળવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જણાવી દઈએ કે આગામી 15 ફેબ્રુઆરીથી ધો.12 સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા અગાઉ લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઇ રહી છે. જેમાં પરીક્ષા આપનાર વડોદરાનાં હજારો વિદ્યાર્થીઓનાં પ્રેક્ટિકલ પરીક્ષાનાં કેન્દ્ર સ્થળ 20 થી 50 કિલોમીટર […]

Gujarat Vadodara
yy 3 વડોદરા: ધોરણ 12ની પરીક્ષાનું સેન્ટર શહેરની બહાર આપ્યું,વિદ્યાર્થીઓ બગડ્યાં

વડોદરા,

વડોદરામાં ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા અગાઉ લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષાનાં કેન્દ્રો શહેરની બહાર ફાળવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.

જણાવી દઈએ કે આગામી 15 ફેબ્રુઆરીથી ધો.12 સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા અગાઉ લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઇ રહી છે. જેમાં પરીક્ષા આપનાર વડોદરાનાં હજારો વિદ્યાર્થીઓનાં પ્રેક્ટિકલ પરીક્ષાનાં કેન્દ્ર સ્થળ 20 થી 50 કિલોમીટર દુર તાલુકા કેન્દ્રો પર ફળવવામાં આવ્યા છે. તેથી જ આ મામલે વિદ્યાર્થી સંગઠન NSUI એ આંદોલન કર્યુ હતુ અને વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આપને જણાવી દઈએ કે આ મામલે વડોદરા NSUI પ્રમુખે જણાવ્યુ હતુ કે વડોદરાથી દુર કેન્દ્ર ફાળવતા વિદ્યાર્થીનો ટાઇમ બગડે છે અને વિદ્યાર્થી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વૈશાલી ચૌધરીએ જણાવ્યુ કે ટેકનિકલ ખામીના કારણે કેન્દ્ર દુર ફાળવવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં તેની નજીકના કેન્દ્રમાં ફાળવણી કરવામાં આવશે.