Not Set/ વડોદરા: ધાબે સુતેલ માતા પુત્રીની હત્યા

વડોદરા, વડોદરાના આજવા રોડ પર આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં મકાનના ધાબે સુતેલ માતા પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે.હત્યારા આરોપીએ કોઇ અદાવતમાં માતા-પુત્રીન બુધવારેે વહેલી પરોઢે 3 વાગે તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આરોપીની ઓળખ પ્રીતેશ તરીકે કરી છે.જોવાની વાત તો એ છે કે પ્રિતેશ એક ખૂન કરી ચુક્યો છે અને […]

Gujarat Vadodara
WhatsApp Image 2019 04 18 at 16.29.22 વડોદરા: ધાબે સુતેલ માતા પુત્રીની હત્યા
વડોદરા,
વડોદરાના આજવા રોડ પર આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં મકાનના ધાબે સુતેલ માતા પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે.હત્યારા આરોપીએ કોઇ અદાવતમાં માતા-પુત્રીન બુધવારેે વહેલી પરોઢે 3 વાગે તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પોલીસે આરોપીની ઓળખ પ્રીતેશ તરીકે કરી છે.જોવાની વાત તો એ છે કે પ્રિતેશ એક ખૂન કરી ચુક્યો છે અને તે પેરોલ પર જેલની બહાર હતો ત્યારે ફરાર થઈને તેણે માતા જયશ્રી મોરે અને પરણિત પુત્રી પાયલને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ ઘટનાની જાણ સવારે થઇ હતી. જેથી ઘટના સ્થળે લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બન્ને મૃતદેહોને પોતાના કબજામાં લઇને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસને આ ઘટનામાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળે છે.