Not Set/ વડોદરા : પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત

વડોદરા શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના સ્ટુડન્ટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે બીજા સ્ટુડન્ટને ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બંને મિત્રો મોટરસાઇકલ પર કોલેજ તરફ જતા હતા, તે સમયે આગળ જતી ટ્રકમાં બાઇક ઘુસી જતા ઘટના બની હતી. ઝામ્બિયાનો વતની અને હાલમાં પારૂલ ઇન્ટરનેશનલ કોલેજ હોસ્ટેલમાં રૂમ નંબર-304માં રહીને અભ્યાસ કરતા […]

Top Stories Gujarat Vadodara
accident 1 વડોદરા : પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત

વડોદરા શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના સ્ટુડન્ટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે બીજા સ્ટુડન્ટને ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બંને મિત્રો મોટરસાઇકલ પર કોલેજ તરફ જતા હતા, તે સમયે આગળ જતી ટ્રકમાં બાઇક ઘુસી જતા ઘટના બની હતી.

ઝામ્બિયાનો વતની અને હાલમાં પારૂલ ઇન્ટરનેશનલ કોલેજ હોસ્ટેલમાં રૂમ નંબર-304માં રહીને અભ્યાસ કરતા પીટર મ્વામ્બા પીટર સિનીયર(23)નું બુધવારે મોડી રાત્રે વડોદરા-વાઘોડિયા રોડ પર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

1 1541058210 e1541066863374 વડોદરા : પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત
mantavyanews.com

વરણામા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે પીટર બુધવારે રાત્રે મિત્ર મુસુક્વા ડેનીસ મુસુંગે સાથે મોટર સાઇકલ ઉપર કોલેજ તરફ જતો હતો. મોટર સાઇકલ પીટર મ્વામ્બા ચલાવી રહ્યો હતો, ત્યારે વડોદરા અને વાઘોડિયા વચ્ચે અનંતા શુભલાભ સોસાયટી પાસે આગળ જતી ટ્રકમાં તેઓની મોટર સાઇકલ ભટકાઇ હતી. જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી.

ગંભીર રીતે ઇજા પામેલા ઝામ્બિયાના બંને સ્ટુડન્ટોને તુરંત જ વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પીટર મ્વામ્બા પીટર સિનીયરનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર મુસુક્વા ડેનીસ મુસુંગેને સારવાર આપવામાં આવી હતી.