વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.આ મામલાને લઈને કુલ ત્રણ સ્વામી વિરુદ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.મંદિરના સુવ્રત ગુરુભક્તિ સંભવ સ્વામીએ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા 15 વર્ષના પાર્ષદ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે ભોગ બનનારને ધમકી અપાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ફરિયાદ પ્રમાણે સુવ્રત સ્વામીએ સગીરને રીષિકેશ લઈ જઈ ત્રણ માસ દરમિયાન અવારનવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ છે. આ કેસમાં ચેરમેન દેવ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામી સામે ધાકધમકી આપવાનો આરોપ પણ લાગવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
