Not Set/ વલસાડના ઐતિહાસિક સ્થળ વિલ્સન હિલની થશે કાયાપલટ

ધરમપુર વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકો ગણાતા ધરમપુરના ડુંગરાળ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક વિલ્સન હિલ આગામી દિવસોમાં અત્યાધુનિક ઓપ સાથે નવો આકાર લઈ રહી છે. રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તેમજ વનવિભાગના સંયુક્ત ઉપક્રમે ‘વિલ્સન હિલ વિકાસ’ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનનારા આ પ્રોજેક્ટનું પહેલું ચરણ બુધવારથી શરૂ થશે. જેમાં વિકાસને અવરોધતા દબાણો હટાવવાની કામગીરી કરાશે. આ સમગ્ર પ્રોજેક્ટ […]

Gujarat
wilson hill valsad ho valsad tourist attraction 1j8zf8e વલસાડના ઐતિહાસિક સ્થળ વિલ્સન હિલની થશે કાયાપલટ

ધરમપુર

વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકો ગણાતા ધરમપુરના ડુંગરાળ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક વિલ્સન હિલ આગામી દિવસોમાં અત્યાધુનિક ઓપ સાથે નવો આકાર લઈ રહી છે. રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તેમજ વનવિભાગના સંયુક્ત ઉપક્રમે ‘વિલ્સન હિલ વિકાસ’ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનનારા આ પ્રોજેક્ટનું પહેલું ચરણ બુધવારથી શરૂ થશે.

જેમાં વિકાસને અવરોધતા દબાણો હટાવવાની કામગીરી કરાશે. આ સમગ્ર પ્રોજેક્ટ 2 તબક્કામાં પૂર્ણ થશે. પહેલો તબક્કો માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થઈ ગયા બાદ બીજો તબક્કો શરૂ થશે અને આગામી વર્ષ સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ અત્યાધુનિક ઓપ સાથે તૈયાર થશે.