Not Set/ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને પડ્યા પર પાટુ, સિંચાઇ વિભાગે કેનાલથી અપાતા પાણીના દરમાં કર્યો વધારો

મંતવ્ય ન્યૂઝ, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. સિંચાઇ વિભાગે કેનાલમાંથી અપાતા પાણીના દરમાં વધારો કર્યો છે. સિંચાઇ વિભાગે પાણીના ભાવમાં વધારો કરતાં હવે ખેડૂતોને હેકટર દીઠ 535 રૂપિયાની જગ્યાએ 575 રૂપિયા ચૂકવવા પડશે એટલે કે ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 40 વધારાના ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે ઉનાળો નજીક આવી રહ્યો છે ત્યારે પાણીને […]

Gujarat Surat
Kheduto દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને પડ્યા પર પાટુ, સિંચાઇ વિભાગે કેનાલથી અપાતા પાણીના દરમાં કર્યો વધારો

મંતવ્ય ન્યૂઝ,

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. સિંચાઇ વિભાગે કેનાલમાંથી અપાતા પાણીના દરમાં વધારો કર્યો છે. સિંચાઇ વિભાગે પાણીના ભાવમાં વધારો કરતાં હવે ખેડૂતોને હેકટર દીઠ 535 રૂપિયાની જગ્યાએ 575 રૂપિયા ચૂકવવા પડશે એટલે કે ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 40 વધારાના ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે ઉનાળો નજીક આવી રહ્યો છે ત્યારે પાણીને લઇને લોકો વલ્ખા મારી રહ્યા છે તેવામાં હવે સિંચાઇ વિભાગે પાણીના દરમાં વધારો કરતાં ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. સરકાર દ્વારા એક તરફ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું હોય તેવા મસમોટા દાવા કરવામાં આવી રહ્યા છે તેવામાં સરકારના જ સિંચાઇ વિભાગે પાણીના દરમાં વધારો કરીને ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. સિંચાઇ વિભાગના આ નિર્ણયને કારણે ખેડૂતો પર આર્થિક ભારણ વધવાની સાથોસાથ તેઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.