Not Set/ મહેબુબા મુફ્તિનું આકરુ નિવેદન, કહ્યું 370ની કલમ નાબૂદ થશે તો આખો દેશ સળગશે

જમ્મુ, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ દેશવિરોધી નિવેદન કર્યુ છે. મહેબૂબા મુફ્તીએ ટિ્વટ કરી કહ્યું કે ભાજપ રાજ્યમાંથી કલમ 370 હટાવવાની વાત કરે છે. જો 370 કલમ નાબૂદ કરવામાં આવશે તો કાશ્મીર નહીં દેશ સળગશે. તેમણે કહ્યું કે એવું થશે તો આપણે જાતે જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઇ જઈશું કેમ કે ત્યારે ભારતીય બંધારણ […]

India
Mufti 444 મહેબુબા મુફ્તિનું આકરુ નિવેદન, કહ્યું 370ની કલમ નાબૂદ થશે તો આખો દેશ સળગશે

જમ્મુ,

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ દેશવિરોધી નિવેદન કર્યુ છે. મહેબૂબા મુફ્તીએ ટિ્વટ કરી કહ્યું કે ભાજપ રાજ્યમાંથી કલમ 370 હટાવવાની વાત કરે છે. જો 370 કલમ નાબૂદ કરવામાં આવશે તો કાશ્મીર નહીં દેશ સળગશે. તેમણે કહ્યું કે એવું થશે તો આપણે જાતે જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઇ જઈશું કેમ કે ત્યારે ભારતીય બંધારણ જમ્મુ-કાશ્મીર પર લાગુ નહીં પડે. મહેબૂબાએ લખ્યું કે ‘નહીં સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાનવાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દાસ્તાનો મેં.’ મહેબૂબાના આ નિવેદનને દિલ્હી હાઈકોર્ટમાં ફારુખ અને મહેબૂબાને લોકસભા ચૂંટણી લડવાથી બેન કરવા માટે નાખવામાં આવેલી પીઆઈએલ સાથે પણ સાંકળીને જોવાઈ રહ્યું છે. રાજનાથ સિંહે ફરી કહ્યું કે આજે જો કોઈ જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમની વાત કરે છે તો કલમ 370 અને 35ને નાબૂદ કરવા ઉપરાંત કોઈ વિકલ્પ બાકી નહીં રહે.