Not Set/ AMC દ્વારા અપાતું પાણી સ્વાસ્થ્ય માટે અનફીટ, ૨૧૪ સ્થળોએથી પ્રદુષિત પાણી મળી આવ્યું

અમદાવાદ, અમદાવાદ શહેરમાં આડેધડ બંધાય રહેલા બાંધકામોના કારણે નળ અને ગટરના જોડાણોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કોઈ પણ જાતના ડર વિના બેફામ રીતે ગેરકાયદેસર નળ અને ગટરના જોડાણો લેવામાં આવી રહ્યા છે.  આડેધડ લેવાતા નળ- ગટરના જોડાણોના કારણે પ્રદુષિત પાણીની સમસ્યામાં વધારો થયો છે. ખુદ એએમસીના સત્તાવાર અહેવાલ મુજબ […]

Ahmedabad Gujarat Trending
WhatsApp Image 2018 05 09 at 4.07.42 PM AMC દ્વારા અપાતું પાણી સ્વાસ્થ્ય માટે અનફીટ, ૨૧૪ સ્થળોએથી પ્રદુષિત પાણી મળી આવ્યું

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં આડેધડ બંધાય રહેલા બાંધકામોના કારણે નળ અને ગટરના જોડાણોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કોઈ પણ જાતના ડર વિના બેફામ રીતે ગેરકાયદેસર નળ અને ગટરના જોડાણો લેવામાં આવી રહ્યા છે.  આડેધડ લેવાતા નળ- ગટરના જોડાણોના કારણે પ્રદુષિત પાણીની સમસ્યામાં વધારો થયો છે. ખુદ એએમસીના સત્તાવાર અહેવાલ મુજબ છેલ્લા એક માસમાં ૨૧૪ સ્થળોએથી પ્રદુષિત પાણી મળી આવ્યું હતું. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા ભારે વિકટ બની છે. એટલું જ નહિ ચાલુ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં પાણીજન્ય રોગોના ૨૨૩ કેસો નોંધાયા છે.

શહેરમાં આડેધડ રીતે ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે, જેના કારણે નળ (પાણી) અને ગટરનાં જોડાણની સંખ્યામાં બેહદ પણે થયો છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની વહીવટી અનઆવડત કે ભયના અભાવે કેટલાક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર નળ અને ગટરનાં જોડાણ અપાવી રહ્યા છે. આવા ગેરકાયદેસર નળ-ગટરના જોડાણોના લીધે પ્રદૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે. પ્રદુષિત પાણીની બાબતનો ઘટસ્ફોટ એઅમસીના વહીવટી તંત્રના સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મુજબ ગત એક મહિનામાં ર૧૪ સ્થળે પ્રદુષિત પાણી મળતું હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં એએમસી દ્વારા અપાતા પ્રદુષિત પાણીના મામલે મ્યુનિસિપલ બોર્ડની છેલ્લી બેઠકમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ભારે ચર્ચાઓ થઇ હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જયારે આ બોર્ડની બેઠક દરમિયાન કેટલાક કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં આવતા પ્રદૂષિત પાણીની બોટલ ભરીને લાવ્યા હતા જે તેમણે મ્યુ. કમિશનરને આપી હતી.

જોકે શહેરભરમાં પ્રદૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે ત્યારે આ મામલાનો ઉકેલ લાવવાના બદલે વહીવટી તંત્રના સંબંધિત વિભાગો દ્વારા એકબીજાની ઉપર દોષારોપણ કરવામાં આવી રહ્યા છે. એએમસીના તંત્ર દ્વારા ગત તા.૩ એપ્રિલ, ર૦૧૮થી તા. ર મે, ર૦૧૮ સુધીના પાણીના ‘અન‌િફટ’ નમૂનાનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે ભારે ચોંકાવનારો છે, કેમ કે આ અહેવાલ મુજબ શહેરના વિસ્તારોના ર૧૪ સ્થળેથી તંત્રને પ્રદૂષિત પાણી મળી આવ્યું હતું.

આ અહેવાલ મુજબ અમદાવાદ શહેરના કુલ ૪૮ વોર્ડપૈકીના ઠક્કરનગર,લાંભા,વટવા,નવા વાડજ,ખાડિયા,મણીનગર,શાહપુર,ગોમતીપુર,ઇન્ડિયા કોલોની,રામોલ-હાથીજણ અને સરસપુરવોર્ડના લોકો પ્રદૂષિત પીવાના પાણીથી પરેશાની ભોગવી રહ્યા છે

આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારના નવરંગપુરા,પાલડી,વાસણા,જોધપુર,સરખેજ,ચાંદખેડા અને ગોતા જેવા વોર્ડના રહેવાસીઓ પણ પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે.

આ દરમિયાન અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે.  ચાલુ મે મહિનાના પ્રથમ પાંચ દિવસમાં જ કમળાના ૩પ, ઝાડા-ઊલટીના ૧૭૩ અને ટાઇફોઇડના ૧પ કેસો મ્યુનિસિપલ હસ્તકની  હોસ્પિટલમાં નોંધાયા છે.