Not Set/ AMC દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ગરમીનો પારો 43થી 44 ડિગ્રી

અમદાવાદ, ગુજરાતમાં આવનારા દિવસોમાં હીટવેવનાં માસ્ટરસ્ટ્રોકથી અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનનો પારો અંદાજે 44 ડીગ્રીને પણ આંબી શકે છે. દિવસ દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમી પડી રહી છે. લોકો આ ગરમીનાં કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ગરમીનાં પ્રમાણમાં વધારો નોંધાઇ શકે તેવી પૂરી શક્યતાઓ છે. અમદાવાદ સાથે રાજ્યના ઘણા શહેરો અને […]

Top Stories Ahmedabad Gujarat
trgt AMC દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ગરમીનો પારો 43થી 44 ડિગ્રી

અમદાવાદ,

ગુજરાતમાં આવનારા દિવસોમાં હીટવેવનાં માસ્ટરસ્ટ્રોકથી અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનનો પારો અંદાજે 44 ડીગ્રીને પણ આંબી શકે છે. દિવસ દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમી પડી રહી છે. લોકો આ ગરમીનાં કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ગરમીનાં પ્રમાણમાં વધારો નોંધાઇ શકે તેવી પૂરી શક્યતાઓ છે.

Image result for orange alert ahmedabad

અમદાવાદ સાથે રાજ્યના ઘણા શહેરો અને ગામોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામ આવ્યું છે ત્યારે અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે. એએમસી દ્વારા શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે.આ સાથે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related image

આપને જણાવીએ કે ગરમ પવનોની અસરથી અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો થયો છે. વહેલી સવારથી શહેરીજનો ગરમીનો સામનો કરી રહ્યા છે. તો બપોર બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા લોકો પરસેવે રેબઝેબ થયા.

Image result for orange alert ahmedabad