Not Set/ રાજ્યમાં ગરમીની શરૂઆત, એક નજર કરીએ આજના હવામાન પર

ઉનાળાની શરૂઆત થઈ રહી છે, જ્યાં સવારે ગરમી અને રાતે ઠંડી એમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યાં સુરતમાં સૌથી વધારે તાપમાન છે. સુરતમાં બપોર થતા જ ઉનાળો આવ્યાના અણસાર દેખાવના શરુ થઈ જાય છે અને રાજકોટમાં પણ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે. ડેન્ગ્યું , મેલેરિયા અને […]

Gujarat
havaman રાજ્યમાં ગરમીની શરૂઆત, એક નજર કરીએ આજના હવામાન પર

ઉનાળાની શરૂઆત થઈ રહી છે, જ્યાં સવારે ગરમી અને રાતે ઠંડી એમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યાં સુરતમાં સૌથી વધારે તાપમાન છે. સુરતમાં બપોર થતા જ ઉનાળો આવ્યાના અણસાર દેખાવના શરુ થઈ જાય છે અને રાજકોટમાં પણ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે.

ડેન્ગ્યું , મેલેરિયા અને ઝાડા ઉલટી સહીત પાણીજન્યના કેસો હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં છેલ્લા આઠ દિવસમાં આકડા ઉપર નજર નાખીએ તો ઝાડા ઉલટીના ૧૧૭ કેસો, તાવ-શરદી ૨૨૧ કેસો, મરડાના ૮ કેસો, મેલેરીયાના ૧ સહીત ૩૫૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.