Not Set/ વડોદરા: તાંદલજા વિસ્તારની ઘટના, યુવકની તલવારનાં ઘા ઝીંકી કરી હત્યા

વડોદરા વડોદરામાં પાર્કિંગ કરવા બાબતનાં સામાન્ય ઝઘડામાં યુવકની તલવાર અને છરાનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. દેવામાં આવતાં ચકચાર મચી છે. શહેરનાં તાંદલજા વિસ્તારમાં બનેલી ઘટનાએ સનસનાટી ફેલાવી હતી. કબીર ચીકન શોપનાં માલિક સાથે પાર્કિંગ બાબતે છેલ્લાં એક મહિનાથી તકરાર ચાલતી હતી. પાર્કિંગને લઇને જ બંને જુથ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચીકન શોપનાં […]

Gujarat Vadodara Trending

વડોદરા

વડોદરામાં પાર્કિંગ કરવા બાબતનાં સામાન્ય ઝઘડામાં યુવકની તલવાર અને છરાનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. દેવામાં આવતાં ચકચાર મચી છે.

શહેરનાં તાંદલજા વિસ્તારમાં બનેલી ઘટનાએ સનસનાટી ફેલાવી હતી. કબીર ચીકન શોપનાં માલિક સાથે પાર્કિંગ બાબતે છેલ્લાં એક મહિનાથી તકરાર ચાલતી હતી.

પાર્કિંગને લઇને જ બંને જુથ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચીકન શોપનાં માલિક તેનાં અન્ય સાગરીતો સાથે મળી યાસીનભાઇ અને તેમનાં પુત્ર ઇલિયાસ પર લોહિયાળ હુમલો કરી દીધો હતો.

તલવાર, ગુપ્તિ, છરા જેવાં ઘાતક હથિયારો સાથે થયેલાં હુમલામાં 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે  પિતા યાસીનભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરાર હત્યારાઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.