Gir Somnath News/ ગુજરાતી અભિનેત્રી આવી વિવાદમાં, પ્રતિબંધિત સ્થળે રીલ બનાવી

ગીરમાં આવેલ જમજીર ધોધ પાસે રીલ (Reel) બનાવવા કે સેલ્ફી (Selfie) લેવા પર વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોષી (Zeel Joshi) એ જામવાળા ગીરમાં આવેલ જમજીરના ધોધ પર બનાવેલ રીલ થઈ વાયરલ થતા હોબાળો થયો છે. 

Gujarat Others Breaking News

ગીર સોમનાથઃ ગીરમાં આવેલ જમજીર ધોધ પાસે રીલ (Reel) બનાવવા કે સેલ્ફી (Selfie) લેવા પર વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોષી (Zeel Joshi) એ જામવાળા ગીરમાં આવેલ જમજીરના ધોધ પર બનાવેલ રીલ થઈ વાયરલ થતા હોબાળો થયો છે.

થોડા દીવસ પહેલા જમજીરના ધોધ પાસે એક યુગલ દ્રારા કેક કાપી બર્થ ડેની ઉજવણીના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ કપલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોષી સામે કાર્યવાહી થશે કે કેમ એ મામલે પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા સવાલો ઉઠાવ્યા છે. અભિનેત્રી ઝીલ જોષીએ જમજીરના ધોધ પરની રીલનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તે ખુબ વાયરલ થયો છે.

ઝીલ જોશી સામે કાર્યવાહીને લઈને પર્યાવરણ બચાવ સમિતિએ સવાલ ઉઠાવ્યો છે. હાલમાં તેના ચાલતા વિવાદ પર સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે તેમ માનવામાં આવે છે. આ સ્થળ જોખમી હોવાથી અહીં ફોટા અને રીલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે હીરોઇને પોતે આ પ્રકારે રીલ બનાવી હોવાથી સ્થાનિક તંત્ર અવઢવમાં મૂકાઈ ગયું છે. તંત્ર વિચારી રહ્યુ છે કે હીરોઈને આ કર્યું હોવાથી આને તેઓ પ્રમોશનમાં નાખે કે નિયમ ભંગમાં નાખે. તંત્રમાં કેટલાક લોકો માને છે કે હીરોઇનનો વાઇરલ વિડીયો સ્થળના પ્રમોશન માટે ઉપયોગી નીવડી શકે, જ્યારે બીજા કેટલાય લોકોનો મત છે કે તેણે નિયમનો ભંગ કર્યો છે. તેથી નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોલિવૂડની ગુજરાતી અભિનેત્રી ફસાવનારા આંધ્રના ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: ગુજરાતનો ડંકો, ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર, કોમલ ઠક્કરે વધાર્યું ગુજરાતનું ગૌરવ

આ પણ વાંચો: ગુજરાતી અભિનેત્રી સામે ફરિયાદ, યુવકને પ્રેમમાં ફસાવી યશ્વી પટેલે પડાવ્યા આટલા લાખ