Ahmedabad News: ઉત્તરપ્રદેશમાં હાલમાં 144 વર્ષે આવેલો મહાકુંભ ચાલી રહ્યો છે. સમગ્ર દેશભરમાંથી શ્રદ્ધાળુઓ તેમા ઉમટ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ ત્યાં જઈ રહ્યા છે. મહાકુંભમાં જવા માટે એટલો બધો ધસારો છે કે પ્લેનો, ટ્રેનો, સરકારી બસ સર્વિસ અને ખાનગી બસ સેવાઓ બધુ જ ફુલ થઈ ગયું છે. આ સમયે મંતવ્ય સેવા ટ્રસ્ટ મહાકુંભમાં જવા ઇચ્છુક ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદે આવ્યું છે.
મંતવ્યે સેવા ટ્રસ્ટે ગુજરાતી શ્રદ્ધાળુઓ મહાકુંભના પુણ્યથી વંચિત ન રહી જાય તેના ભાગરૂપે દિવ્ય યાત્રાનું આયોજન કર્યુ છે. આ માટે અત્યાર સુધીમાં કુલ ત્રણ જેટલી બસો દ્વારા 120 યાત્રીઓ મહાકુંભ રવાના થઈ ચૂક્યા છે. મંતવ્ય ટ્રસ્ટના માધ્યમથી ભક્તો સંગમમાં ડૂબકી લગાવશે. યાત્રામાં સામેલ આબાલવૃદ્ધ તમામ શ્રદ્ધાળુઓમાં મહાકુંભ નિમિત્તે યાત્રા કરવા મળતા આનંદનો માહૌલ છે.
બસમાં ભક્તિ અને સત્સંગ કરતાં યાત્રાળુઓ પ્રયાગરાજ પહોંચશે. પ્રયાગરાજની સાથે તેઓને અયોધ્યા, ઉજ્જૈન, આગ્રાના દર્શનનો પણ લ્હાવો મળશે. આ ઉપરાંત ચિત્રકૂટ, છપૈયા, ખાટુશ્યામ અને અંબાજીના દર્શન પણ ભક્તો કરશે. આમ શ્રદ્ધાળુઓને મહાકુંભની સાથે-સાથે ઉત્તરપ્રદેશના મહત્વના યાત્રાધામોના દર્શનનો લ્હાવો પણ મળશે. આમ આ આખો પ્રવાસ જણે એક આધ્યાત્મિક યાત્રા બનીને રહેશે. શ્રદ્ધાળુઓ આ દરમિયાન એકબીજા સાથે સતત સત્સંગ પણ કરી રહ્યા છે.
મહાકુંભમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવવાની સેવાનું કાર્ય ઉપાડવા બદલ યાત્રામાં સામેલ ભક્તોએ મંતવ્ય સેવા ટ્રસ્ટનો હૃદયથી આભાર માન્યો છે. આમ બીજી કોઈપણ ન્યૂઝ ચેનલે બીડું ઝડપ્યું નથી તે બીડું મંતવ્ય સેવા ટ્રસ્ટે ઉપાડ્યું છે. ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં શ્રદ્ધાથી વંચિત રહી ન જાય તે જોવાનું મંતવ્ય ન્યૂઝ સુનિશ્ચિત કરી રહ્યુ છે. મહાકુંભ ચાલતો રહેશે ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝની આ યાત્રા પણ ચાલતી રહેશે. આ સાથે-સાથે અમદાવાદથી લઈને પ્રયાગરાજ સુધી મંતવ્ય ન્યૂઝનું મહાકવરેજ જોતાં રહો.
આ પણ વાંચો: મહાકુંભ મેળામાં મહામંડલેશ્વર સહિત ચાર પર હુમલો, કિન્નર અખાડામાં ઘટનાને પગલે અરાજકતા
આ પણ વાંચોઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયાગરાજ મહાકુંભની મુલાકાતે
આ પણ વાંચો: મહાકુંભમાં નવસારીના પાટીદાર યુવાનનું મોત