ગુજરાત/ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એસોસિયેશન(GFPDA)ની રચના કરાઈ

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનાં વિકાસ માટે સૌએ એકજુટ થઇ, એકબીજા સાથેનાં વિચારભેદ ભુલી કામ કરવાનો સૌએ સંકલ્પ કર્યો હતો.

Top Stories Entertainment
ગુજરાતી ફ્રીલ્મ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નો સુવર્ણકાળ ફરી શરું થયો છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયાનાં સમયમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ડંકો વાગતો એવો જ સમય ફરી આવી રહ્યો હોય એમ લાગે છે. એક તરફ બોલીવુડ અને બીજી તરફ સાઉથની ફિલ્મો સાથે જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટક્કર છે ત્યારે હવે ગુજ્જુઓ પણ આ રેસમાં અવ્વલ આવવા સજ્જ છે. તાજેતરમાં અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં નિર્માતાઓ અને દિગ્દર્શકો ભેગા થયા અને મજબુત સંગઠનની સ્થાપના કરી છે.

ગુજરાતી ફિલ્મ

વધુ વિગત અનુસાર અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનાં નિર્માતાઓ અને દિગ્દર્શકો બહોળી સંખ્યામાં એકત્ર થયા હતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આગળ કેવી રીતે લઈ જવી, સફળતાના શિખરો ઉપર કેવી રીતે પહોચાડવી જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ વિચારણાઓ કરી હતી તેમજ સર્વાનુમતે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એસોસિયેશન GFPDA ની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે માટે કામચલાઉ વર્કિંગ કમિટીની પણ રચના કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનાં વિકાસ માટે સૌએ એકજુટ થઇ, એકબીજા સાથેનાં વિચારભેદ ભુલી કામ કરવાનો સૌએ સંકલ્પ કર્યો હતો.

ગુજરાતી ફિલ્મ

આ બાબતે કમિટીનાં મંત્રી અભિલાષ ઘોડાએ જણાવ્યા અનુસાર, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એસોસિયેશન(GFPDA) સંગઠનની નોંધણી માટેનું કાર્ય શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને જ્યાં સુધી આ એસોસિયેશનની અધીકૃત નોંધણી ન થાય ત્યાં સુધી પોતાના જન્મથી શરૂ કરીને આજ સુધી ઓછામાં ઓછી એક ગુજરાતી ફિલ્મ સાથે નિર્માતા, સહ નિર્માતા, કાર્યકારી નિર્માતા અથવા દિગ્દર્શક તરીકે જે કોઇ સંકળાયેલા હોય તે આ એસોસિયેશનનાં સભ્ય વિના મુલ્યે બની શકશે તેવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. આ એસોસિયેશનમાં સભ્ય બનવા માટે ટુંક સમયમાં એક ગુગલ ફોર્મ જાહેર કરવામાં આવશે.  આ ગુગલ ફોર્મ જરૂરી આધાર – પુરાવાઓ સાથે રજુ કરી ઉપરોક્ત કેટેગરીમાં આવતા કોઇપણ વ્યક્તિ આ એસોસિયેશનનાં સભ્ય વિના મુલ્યે બની શકશે. અભિલાષ ઘોડાએ વધુ જણાવતા કહ્યું હતું કે, ખુબ ટુંકા સમયમાં આ આયોજન થયું હોવા છતાં મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, હિંમતનગર, કડી વગેરે જગ્યાએથી અંદાજીત 60થી વધુ નિર્માતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનાં ઉજવ્વળ ભવિષ્ય માટે મહેનત કરવાનો સંકલ્પ કર્યો હતો.

ગુજરાતી ફિલ્મ

ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એસોસિયેશન GFPDA નાં કામચલાઉ વર્કિંગ કમિટીનાં હોદ્દેદારો

હીતુ કનોડિયા : પ્રમુખ

 હરેશ પટેલ : ઉપપ્રમુખ

 અભિલાષ ઘોડા : મહામંત્રી

 પરેશ વોરા : સહમંત્રી

 બીપીન બાપોદરા : સભ્ય

 ધર્મેશ શાહ : સભ્ય

 સંજય શાહ “જેકી” : સભ્ય

 રમેશ કરોલકર : સભ્ય

 સંજય પટેલ : સભ્ય

 ઉત્પલ મોદી : સભ્ય

 શૈલેષ પ્રજાપતિ : સભ્ય

દિવ્યા પટેલ : સભ્ય

વિનય દવે : કાનુની સલાહકાર

આ પણ વાંચો : વડાપ્રધાન G-7 સીમીટમાં પણ મિત્રો માટે ભેટો લઈ જવાનું ભૂલ્યા નહીં