Not Set/ વીજ કરંટથી પિતા-પુત્રનાં મોતનો મામલો, વીજ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની માંગ

વડોદરા વડોદરાના ગોત્રી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત મામલે કોંગ્રેસ વીજ અધિકારીઓને બરતરફ કરી પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. મોત મામલે વીજ અધિકારીઓને જવાબદાર ગણી સજા કરવા માંગ કરી છે. કોંગ્રેસ યુથ પ્રમુખ અસફાક મલેકે જણાવ્યુ હતુ કે પાવર સપ્લાયની જવાબદારી વીજ અધિકારીઓની છે. બીલ્ડરો પાસે કામ પૂર્ણ કરાવી લેવાની જવાની એમજીવીસીએલની છે. […]

Top Stories Vadodara Trending
29906170001 5384660154001 5384653133001 vs 6 વીજ કરંટથી પિતા-પુત્રનાં મોતનો મામલો, વીજ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની માંગ

વડોદરા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત મામલે કોંગ્રેસ વીજ અધિકારીઓને બરતરફ કરી પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. મોત મામલે વીજ અધિકારીઓને જવાબદાર ગણી સજા કરવા માંગ કરી છે.

કોંગ્રેસ યુથ પ્રમુખ અસફાક મલેકે જણાવ્યુ હતુ કે પાવર સપ્લાયની જવાબદારી વીજ અધિકારીઓની છે. બીલ્ડરો પાસે કામ પૂર્ણ કરાવી લેવાની જવાની એમજીવીસીએલની છે.

બીલ્ડરે યોગ્ય રીતે કામ પૂર્ણ ન કર્યુ હોય તો એમજીવીસીએલે વીજ સપ્લાયની પરવાનગી ન આપવી જોઇએ. ઉલ્લેખનીય છે કે સોમવારની રાતે વડોદરામાં વરસેલા ભારે વરસાદમાં જાનહાની થઇ હતી.

વડોદરાના ગૌત્રી વિસ્તારમાં રાજેશ ટાવર રોડ પાસે આવેલી ઓલમાઇટી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતાં તેમાં વીજ કરંટ ઉત્પન્ન થયો હતો. જેમાં સોસાયટીમાં રહેતાં નિરંજન બ્રહ્મભટ્ટ અને તેમનાં પુત્ર વિપુલ બ્રહ્મભટ્ટ પિતા-પુત્રનાં કરૂણ મોત થયાં હતાં.