Gujarat/ પલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓને લઈને હળવદ પોલીસ એક્શન મોડમાં

હળવદ શહેર અને તાલુકાનાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશો ઉપર જીવલેણ હુમલાઓનો સિલસિલો યથાવત છે…

Gujarat Others
Makar 70 પલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓને લઈને હળવદ પોલીસ એક્શન મોડમાં

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી

હળવદ શહેર અને તાલુકાનાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશો ઉપર જીવલેણ હુમલાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે હળવદ તાલુકાનાં પલાસણ ગામે છેલ્લા પાંચેક દિવસથી સતત ગૌવંશો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યો છે.

ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા આવા અસામાજિક તત્વોને પકડી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અનેકો વખત આવેદન અને લેખિત મૌખિક અરજીઓ કરી હોય, જેને ધ્યાનમાં લઈને આજરોજ હળવદ પી.આઈ દેકાવાડિયા સહિત ગૌસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ગૌવંશોની સારવાર કરી અને ગંભીર રીતે ઘાયલ ગૌવંશોને હળવદ શ્રી રામ ગૌશાળા ખાતે રીફર કર્યા હતા. સરપંચ સહિતનાં ગ્રામજનોને મળી અને આ પ્રકારનાં શરમજનક બનાવો અટકે તે માટેની ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ પંથકમા રોજબરોજ ગૌવંશ પર હુમલાનાં બનાવો બને છે, ત્યારે બનાવો અટકાવવા તેમજ આરોપીઓને પકડવા માલધારી સમાજનાં યુવા અગ્રણી જગદીશભાઇ ભરવાડે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો