Not Set/ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે છે!

આ બેઠક આંદોલનાકારી સમયના સાથીઓ સાથે યોજાઇ શકે છે.આ બેઠક 15 મેના રોજ યોજાઇ શકે છે. 

Top Stories Gujarat
1 130 પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે છે!
  • હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે
  • કોંગ્રેસનો પંજો છોડી ભાજપમાં જોડાઈ શકે હાર્દિક
  • 2 દિવસમાં હાર્દિક પટેલની યોજાઈ શકે છે બેઠક
  • આંદોલન સમયના સાથીઓ સાથે યોજાઈ શકે બેઠક
  • 15 મેના રોજ બેઠક યોજાય તેવી શક્યતા
  • કોંગ્રેસથી ઘણા દિવસથી હાર્દિક પટેલ છે નારાજ
  • પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે છે નારાજગી

ગુજરાત કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અને જૂથવાદને લીધે પાર્ટીના નવા અને યુવા નેતાઓને સાઇડ લાઇન કરવામાં આવે છે,આંદોલનકારીમાંથી મોટા નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી જોઇન્ટ કરી હતી પરતું પાર્ટીમાં જૂથવાદ અને તેમની સતત અવગણાના કરવામાં આવતા તે પાર્ટીથી ઘણા નારાજ ચાલી રહ્યા છે,આ મામલે તેમણે નારાજગી જાહેર કરી હતી અને  પાર્ટીના ઘણા નેતાઓ તેમની અવગણના કરાતી હોવાથી ભારે નારાજ ચાલી રહ્યા છે.હાર્દિક પટેલની જે પ્રમાણે નિવેદનબાજી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે કોંગ્રેસ છોડી દેશે. બે દિવસમાં હાર્દિક પટેલની બેઠક યોજાય તેવી ધારણા છે ,આ બેઠક આંદોલનાકારી સમયના સાથીઓ સાથે યોજાઇ શકે છે.આ બેઠક 15 મેના રોજ યોજાઇ શકે છે.ભાજપમાં જોડાવવાની તેમની પુરી પુરી શક્યતા છે.ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજ્યની કોંગ્રેસની નેતાગીરીથી ભારે નારાજ ચાલી રહ્યા છે, આ અંગે તેઓ સતત તેમની નારાજગી વ્યકત કરી રહ્યા છે તેમણે થોડા સમય પહેલા જ હાઇકમાન્ડને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી, હવે સૂત્રોના કહેવા અનુસાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પૂરે પુરી સંભાવના છે.